Get The App

અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, રિસોર્ટમાંથી 100 લોકો ઝડપાયાં

Updated: Jul 21st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, રિસોર્ટમાંથી 100 લોકો ઝડપાયાં 1 - image


Ahmedabad Alcohol party news : અમદાવાદના સાણંદ ખાતે ગ્લેડ વન રિસોર્ટમાં ગઈકાલે રાતે પોલીસની આખી ટીમ ત્રાટકી હતી. અહીં બાતમી મળી હતી કે દારૂની મહેફિલ ચાલી રહી છે. જોકે આ બાતમી સાચી પડતાં પોલીસે લગભગ 100 જેટલા લોકોને પકડી પાડ્યા હતા. જેમાં ઘણાં લોકો હાઇપ્રોફાઈલ સામેલ હોવાની જાણકારી મળી રહી છે. 

અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, રિસોર્ટમાંથી 100 લોકો ઝડપાયાં 2 - image

જન્મદિવસની પાર્ટી ચાલતી હોવાનો દાવો 

એવી માહિતી છે કે પોલીસે લગભગ 26 યુવતીને ફક્ત નોટિસ આપીને છોડી મૂકી હતી જ્યારે બાકીના યુવાનોના મેડિકલ ટેસ્ટ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે 100 જેટલા યુવક-યુવતીઓે સાણંદથી લગભગ 8 થી 9 કિ.મી. દૂર ગ્લેડ વન નામના એક રિસોર્ટમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે.  અહીં દારૂ પાર્ટી ચાલી રહી હતી. જેમાં પોલીસની ટીમ ત્રાટકતાં અફરા તફરી મચી ગઇ હતી.   

મળતી માહિતી અનુસાર રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સંઘવીની બર્થડે પાર્ટી ચાલી રહી હતી. જેમાં ઘણાં લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. પોલીસની આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. જેમાં તમામને પોલીસની ગાડીઓમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. 

આ દરોડાની કાર્યવાહી બોપલ, ચાંદોગર, અસલાલી, સાણંદની પોલીસ ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન બ્રીથ ટેસ્ટ પણ કરાયા હતા. જેમાં અનેક મહિલાઓ અને યુવકો સામેલ હતા. જેમાં 13 પુરુષ અને 26 મહિલાઓના ટેસ્ટ શંકાસ્પદ આવ્યા હતા. આ તમામ 39 લોકોને વધુ મેડિકલ તપાસ માટે અટકાયતમાં લેવાયા હતા. તેમના બ્લડ સેમ્પલ લઈને લેબમાં મોકલી દેવાયા હતા. 


Tags :