Gujarat

સાળંગપુર ધામ: કષ્ટભંજન દેવ હનુમાનજીને અમરનાથ થીમનો અનોખો શણગાર

By GS Team
11 Aug 20251 min read
This article was originally published on 11 Aug 2025
TukuTouch Logo
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ મહિનાના પવિત્ર સોમવાર નિમિત્તે દાદાને અમરનાથની થીમનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ મનોહર દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યારે અનેક શ્રદ્ધાળુઓએ ઓનલાઈન પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સાળંગપુર ધામ: કષ્ટભંજન દેવ હનુમાનજીને અમરનાથ થીમનો અનોખો શણગાર

Salangpur Hanuman Temple Today Darshan: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ મહિનાના પવિત્ર સોમવાર નિમિત્તે દાદાને અમરનાથની થીમનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ મનોહર દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યારે અનેક શ્રદ્ધાળુઓએ ઓનલાઈન પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આજે સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ શણગાર માટે ખાસ સુરતથી એક હરિભક્તે એક અઠવાડિયાની મહેનત બાદ વિશેષ વાઘા તૈયાર કરીને મોકલ્યા હતા. આ વાઘામાં કષ્ટભંજનદેવને અમરનાથના શિવલિંગ સ્વરૂપે સજાવવામાં આવ્યા હતા. દાદાના સિંહાસનને પણ અમરનાથ શિવલિંગની પ્રતિકૃતિ જેવું બનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ પોરબંદરના દૂધેશ્વર મહાદેવ: એક ગાય રોજ એક ચોક્કસ જગ્યાએ જઈને દૂધનો અભિષેક કરતી હતી

આ શણગારની તૈયારીમાં 6 સંતો, પાર્ષદો અને ભક્તોએ કુલ 4 કલાકનો સમય લીધો હતો. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં દાદાના આવા અનોખા દર્શને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને શ્રદ્ધામાં વધારો કર્યો હતો.