સાળંગપુર ધામ: કષ્ટભંજન દેવ હનુમાનજીને અમરનાથ થીમનો અનોખો શણગાર
Salangpur Hanuman Temple Today Darshan: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ મહિનાના પવિત્ર સોમવાર નિમિત્તે દાદાને અમરનાથની થીમનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ મનોહર દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યારે અનેક શ્રદ્ધાળુઓએ ઓનલાઈન પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આજે સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ શણગાર માટે ખાસ સુરતથી એક હરિભક્તે એક અઠવાડિયાની મહેનત બાદ વિશેષ વાઘા તૈયાર કરીને મોકલ્યા હતા. આ વાઘામાં કષ્ટભંજનદેવને અમરનાથના શિવલિંગ સ્વરૂપે સજાવવામાં આવ્યા હતા. દાદાના સિંહાસનને પણ અમરનાથ શિવલિંગની પ્રતિકૃતિ જેવું બનાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ પોરબંદરના દૂધેશ્વર મહાદેવ: એક ગાય રોજ એક ચોક્કસ જગ્યાએ જઈને દૂધનો અભિષેક કરતી હતી
આ શણગારની તૈયારીમાં 6 સંતો, પાર્ષદો અને ભક્તોએ કુલ 4 કલાકનો સમય લીધો હતો. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં દાદાના આવા અનોખા દર્શને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને શ્રદ્ધામાં વધારો કર્યો હતો.