સાબરકાંઠા: હિંમતનગર રેલ્વે ટ્રેક પર ગમખ્વાર અકસ્માત, ટ્રેનની અડફેટે બે યુવકના મોત

File Photo |
Sabarkantha Train Accident: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે એક અત્યંત કરૂણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. હિંમતનગર રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતાં બે યુવકના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યા છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, આ અકસ્માત હિંમતનગર નજીકના રેલ્વે ટ્રેક પર થયો હતો. અસરવાથી આગ્રા જઈ રહેલી ટ્રેનની અડફેટે બે યુવકો આવી ગયા હતા, આ અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રેલ્વે પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસે અકસ્માતની જાણકારી મેળવવા અને મૃતકોની ઓળખ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રેલ્વે ટ્રેક પર આ બંને યુવકો કેવી રીતે પહોંચ્યા અને કયા કારણોસર તેઓ ટ્રેનની અડફેટે આવ્યા, તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.