Gujarat

VIDEO: સાબરકાંઠાના લાખિયા ગામે રૂ.1.13 કરોડના લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું, ડ્રોન સર્વેલન્સમાં થયો પર્દાફાશ

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
સાબરકાંઠા જિલ્લા પોલીસે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ હેઠળ મોટી કાર્યવાહી કરી છે .સ્પેશિયલ ઑપરેશન ગ્રુપે લાખિયા ગામેથી રૂ. 1.13 કરોડથી વધુ કિંમતનું 226 કિલોગ્રામ લીલા ગાંજાની ખેતી ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: સાબરકાંઠાના લાખિયા ગામે રૂ.1.13 કરોડના લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું, ડ્રોન સર્વેલન્સમાં થયો પર્દાફાશ

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લા પોલીસે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ હેઠળ મોટી કાર્યવાહી કરી છે .સ્પેશિયલ ઑપરેશન ગ્રુપે લાખિયા ગામેથી રૂ. 1.13 કરોડથી વધુ કિંમતનું 226 કિલોગ્રામ લીલા ગાંજાની ખેતી ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસને ગાંજાના વાવેતરની બાતમી મળી હતી જેના આધારે ડ્રોનથી ખરાઈ કરી SOG ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

SOG ટીમે સૌપ્રથમ ડ્રોનનો ઉપયોગ કર્યો

મળતી માહિતી અનુસાર, સ્પેશિયલ ઑપરેશન ગ્રુપે લાખિયા ગામની નાની સોનગઢ ફળીમાં રહેતા હાંમથા ડાભીના ખેતરમાં વોચ ગોઠવી હતી. રહેણાક મકાનની પાસે ગાંજાનું વાવેતર છે કે નહીં તે બાતમીની તપાસ કરવા માટે SOG ટીમે સૌપ્રથમ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. જેમાં ખેતરમાં છોડ દેખાઈ આવતા તાત્કાલિક ટીમો હરકતમાં આવી હતી અને સરકારી પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડી  226.237 કિલોગ્રામ વજનના કુલ 558 ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા હતા.

ગાંજાની કિંમત રૂ. 1.13 કરોડ આંકવામાં આવી

આ પકડાયેલા ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 1.13 કરોડ આંકવામાં આવી છે. ભોગવટાના જે ખેતરમાંથી ગાંજાનું વાવેતર મળ્યું તેના માલિક આરોપી હાંમથા ડાભી ધરપકડ કરી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 'બુટલેગરો દેશી દારુનો ધંધો બંધ કરી દે, નહીંતર...', ફતેપુરા ગ્રામ પંચાયતનો ઠરાવ બન્યો ચર્ચાનો વિષય

હાલનું યુવાધન દારૂ, ડ્રગ્સ, ગાંજાના રવાડે ચડ્યું હોય તેવા અનેક દાખલાઓ સામે આવે છે. ગુજરાતમાં અનેક ઈસમો કમાણીનો ટૂંકો રસ્તો અપનાવી નશાખોરીના સામાનની બનાવટ અને વેચાણ કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસે દ્વારા કરાયેલી આ કાર્યવાહી નશાખોરીના રવાડે ચડતા લોકો માટે લાલબત્તી સમાન છે.