Get The App

અમદાવાદમાં ધમધમતા બૉક્સ ક્રિકેટ માટે નિયમો તૈયાર, રૂ. 2 હજાર આપવા છતાં સલામતીની વ્યવસ્થા નહોતી

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ધમધમતા બૉક્સ ક્રિકેટ માટે નિયમો તૈયાર, રૂ. 2 હજાર આપવા છતાં સલામતીની વ્યવસ્થા નહોતી 1 - image


Ahmedabad Box Cricket: છેલ્લાં કેટલાય સમયથી રાજ્યભરમાં બૉક્સ ક્રિકેટનો ક્રેઝ વધ્યો છે. જોકે, થોડા દિવસ પહેલાં સુરતના કતારગામમાં થયેલી દુર્ઘટનાને ધ્યાને લઈને હવે અમદાવાદમાં બૉક્સ ક્રિકેટને લઈને પોલિસી બનાવવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી વાંધા-સૂચનો મગાવવામાં આવ્યાં છે. વાંધા-સૂચનો મેળવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે અને સરકારની મંજૂરી મળ્યા બાદ આ નિયમો લાગુ થશે.

વન ટાઇમ લાઇસન્સ ફી

AMC દ્વારા બૉક્સ ક્રિકેટ, પિકલ બૉલ અને એ પ્રકારની નેટ કવર્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટી અંગે ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરવામાં આવી છે. જે મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજિસ્ટર્ડ એન્જિનિયર અથવા ક્લાર્ક ઑફ વર્કર્સ તેમજ સ્ટ્રક્ચરલ એન્જિનિયરની નિમણૂંક કરી પોલીસ અને ફાયર NOC, પ્રોપર્ટી કોમર્શિયલ માટે બિનખેતી પરવાનગી સહિત વિવિધ પુરાવા અને લાઇસન્સ તેમજ મંજૂરી મેળવવાની રહેશે. જે માટે સંચાલકોએ ઓનલાઇન અરજી કરી લાઇસન્સ મેળવવું પડશે. આ લાઇસન્સ મેળવા માટે વન ટાઇમ લાઇસન્સ ફી ભરવાની રહેશે. 

આ પણ વાંચોઃ રૂ. 100 કરોડના ખર્ચે લો ગાર્ડન અને મીઠાખળીના રસ્તાની કાયાપલટ કરશે AMC: વોક-વે, ગઝીબો સહિતની હશે સુવિધા

ટ્રાફિકની જવાબદારી 

આ ડ્રાફ્ટ પોલિસી મુજબ, પાર્કિંગની પૂરતી વ્યવસ્થા રાખવાની રહેશે. પ્લોટની 50 મીટર આજુબાજુ ટ્રાફિકનું ચુસ્તપણે પાલન થાય એનું ધ્યાન રાખવાનું રહેશે, જેના માટે સિક્યોરિટી ગાર્ડ સહિતની વ્યવસ્થા પણ સંચાલક દ્વારા કરવાની રહેશે. આજુબાજુના રહીશો અને રાહદારીઓ તેમજ જાહેર ટ્રાફિકને અડચણરૂપ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જાહેર સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ગમે ત્યારે બૉક્સ ક્રિકેટનો પરવાનો રદ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને રહેશે.

બૉક્સ ક્રિકેટ અને પિકલ બૉક્સ જેવી સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે સંચાલકોએ વન ટાઇમ લાઇસન્સ ફી ભરવાની રહેશે. 

કોને કેટલી ફીસ? 

  • પૂર્વ મંજૂરી મેળવી હાલ ચાલુ હોય અને SOP પ્રસિદ્ધ થયાના 30 દિવસમાં અરજી કરી હોય તો એક સ્ક્વેર ફૂટના 100 રૂપિયા
  • પૂર્વ મંજૂરી વિના ચાલતા બૉક્સ ક્રિકેટ માટે એક સ્ક્વેર ફૂટના 200 રૂપિયા લાઇન્સન ફી લેવાશે
  • લાઇસન્સ ફીમાં દર વર્ષે 5 ટકાનો વધારો થશે

આ પણ વાંચોઃ અમદાવાદ બન્યું 'ખાડાવાદ': પાલડી,નારણપુરા, નવરંગપુરા, નવાવાડજ સહિત અમદાવાદમાં 1600થી વધુ ખાડા

ક્રિકેટ બૉક્સ અને પિકલ બૉલ માટે બાંધકામના નિયમો

  • 12 મીટર કે તેથી વધુ પહોળાઈના રસ્તા પર પરવાનગી મળવાપાત્ર રહેશે.
  • 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળવાળા પ્લોટમાં પરવાનગી મળવાપાત્ર રહેશે.
  • પિકલ બોલ/ ક્રિકેટ બૉક્સ તેમજ એ પ્રકારના નેટ કવર્ડ સ્ટ્રક્ચરની મહત્તમ ઊંચાઈ 12 મીટર મળવાપાત્ર રહેશે.
  • રોડ સાઇડ માર્જિન મિનિમમ 6 મીટર મુજબ તથા મિનિમમ સાઇડ માર્જિન 3.00 મીટર રાખવાનું રહેશે.
  • સરકારી તથા અર્ધસરકારી તથા ટી.પી.રોડ રસ્તા પૈકીની જગ્યામાં કોઈપણ પ્રકારનું બાંધકામ કે ઉપયોગ સૂચવી/ દર્શાવી શકાશે નહીં.
  • નેટ કવર્ડ એરિયા, સ્ટોર, સેનિટરી પ્રોવિઝન તથા અન્ય કોઈપણ પ્રકારના સ્ટ્રક્ચરની ફરતે યોગ્ય રીતે ખુલ્લી જગ્યા રાખવાની રહેશે.
  • ખુલ્લી જગ્યામાં કોઈપણ પ્રકારનું સ્ટ્રક્ચર, પાર્કિંગ વ્યવસ્થા કે અન્ય કોઈપણ પ્રકારનો અવરોધ ન થાય એ મુજબ આયોજન કરવાનું રહેશે.
  • કુલ પ્લોટ એરિયાના મિનિમમ 50 ટકા પાર્કિંગ મૂકવાનું રહેશે.
  • પ્લોટની હદ ઉપર મિનિમમ 3 મીટર ઊંચાઈના યોગ્ય મજબૂતાઈ ધરાવતા બેરિકેડ્સ (પતરાં) લગાવવાનાં રહેશે.
  • ટેમ્પરરી નેટ કવર્ડ સ્પોર્ટસ એક્ટિવિટીના ગ્રાઉન્ડ કવરેજના પ્રતિ 100 ચો.મી.દીઠ મહિલા અને પુરુષ માટે અલગ ટોઇલેટ/વોટર ક્લોસેટ તથા યુરિનલનું પ્રોવિઝન કરવાનું રહેશે.
  • નેટથી કવર્ડ કરેલા એરિયામાં સહેલાઈથી અવરજવર થઈ શકે એ મુજબ નેટ કવર્ડ સ્ટ્રક્ચરની દરેક બાજુએ 2.20 મી. (ઊંચાઈ) X 1.20 મી.(પહોળાઈ)ની ઓછામાં ઓછી એક એન્ટ્રી તથા એક એક્ઝિટ સ્પેસ રાખવાની રહેશે.
  • નેટથી કવર્ડ સ્પોર્ટ્સ એરિયાનો વપરાશકર્તાઓ માટેનો જ ટેમ્પરરી સ્ટ્રકચરનો મહત્તમ L x B = 3.0 મી. X 3.0 મી. નો સ્ટોર/ સ્ટોલ મળવાપાત્ર રહેશે.
  • જરૂરી તમામ સાઇનેજીસ રાખવાના રહેશે.(દા.ત. એન્ટ્રી, એક્ઝિટ, વોશરૂમ, ફાયર ઈક્વિપમેન્ટ, પાર્કિંગ વિગેરે)
  • કોઈપણ કાયમી/ પાકા સ્ટ્રક્ચરનું બાંધકામ મળવાપાત્ર રહેશે નહિ.
  • જરૂરી એન.ઓ.સી./કંટ્રોલ લાઇન દર્શાવવાની રહેશે.
  • એન્ટ્રી/ એક્ઝિટ સાથે સમગ્ર પ્રિમાઇસીસને આવરી લે એ રીતે જરૂરી હોય એ મુજબ/પોલીસ વિભાગ સૂચવે એ મુજબના હાઇ રિઝોલ્યુશન સી.સી.ટી.વી. કેમેરા ઇન્સ્ટોલ કરવાના રહેશે.
  • જે અંગે જરૂર હોય એ મુજબ કન્ટ્રોલ રૂમ ક્રમ ઑફિસ મહત્તમ L x 8 = 3.00 મી. X 3,00 મી.ની સાઇઝની મંજૂરીપાત્ર રહેશે.
Tags :