Get The App

રૂ. 100 કરોડના ખર્ચે લો ગાર્ડન અને મીઠાખળીના રસ્તાની કાયાપલટ કરશે AMC: વોક-વે, ગઝીબો સહિતની હશે સુવિધા

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
રૂ. 100 કરોડના ખર્ચે લો ગાર્ડન અને મીઠાખળીના રસ્તાની કાયાપલટ કરશે AMC: વોક-વે, ગઝીબો સહિતની હશે સુવિધા 1 - image


AMC Road Development: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લો ગાર્ડન અને મીઠાખળી વિસ્તારના 6 રસ્તાને પ્રિસિંક્ટ (એક ખાસ વિસ્તાર જ્યાં કારને એન્ટ્રી આપવામાં આવતી નથી) ઝોનમાં પુનઃવિકાસ કરવા માટે મંજૂરી આપી છે. એએમસીની રોડ અને બિલ્ડિંગ કમિટીની બેઠક દરમિયાન મંજૂર કરાયેલા આ પ્રસ્તાવમાં 100 કરોડ રૂપિયાનું રોકાણ સામેલ છે. હવે લો ગાર્ડન અને મીઠાખળીના આસપાસ વિસ્તારોને સી.જી. રોડ પ્રમાણે તૈયાર કરાશે.

6.6 કિ.મી. લંબાઇના રોડને ડેવલપ કરાશે

મળતી માહિતી અનુસાર, લો ગાર્ડન અને મીઠાખળીની આસપાસ કુલ 6.6 કિ.મી. લંબાઇના રોડને ડેવલપ કરાશે. જેમાં રાહદારીઓ માટે અનુકૂળ ફૂટપાથ, પાર્કિંગ, ચાલવા માટે વોક વે, ગઝીબો, બેન્ચ અને થીમ લાઇટિંગ સહિતની સવિધો હશે. એએમસીની રોડ અને બિલ્ડિંગ કમિટીએ દાવો કર્યો છે કે, રોડ પર વરસાદી પાણી ભરાય નહીં તે માટે પૂરતી વ્યવસ્થા કરાઇ છે. 

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો

AMCના 2025-26 બજેટ હેઠળ હાથ ધરવામાં આવેલા પહેલો પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હશે. બજેટમાં 270 કરોડના અંદાજિત ખર્ચે 20 મુખ્ય રસ્તાઓને અપગ્રેડ કરીને 38 કિ.મી. લાંબા મેટ્રો પ્રિસિંક્ટનો પુનઃવિકાસ કરવાની યોજના છે. હેરિટેજ સ્થળો, હોસ્પિટલો, શૈક્ષણિક સંકુલ, રમતગમત સ્થળો પાસે પણ વિવિધ થીમ આધારિત સ્થળો તૈયાર કરાશે.

રૂ. 100 કરોડના ખર્ચે લો ગાર્ડન અને મીઠાખળીના રસ્તાની કાયાપલટ કરશે AMC: વોક-વે, ગઝીબો સહિતની હશે સુવિધા 2 - image



Tags :