૧.૭૩ લાખના ગાંજાના જથ્થા સાથે ઓરિસાના બે શખ્સો પકડાયા
રોડ માર્ગે પોલીસની ધોંસ વધતાં હવે રેલવેમાં માદક પદાર્થની હેરાફેરી
કાંકરિયા રેલવે યાર્ડ પાસે ટ્રેનમાંથી ઉતરવા જતાં ઝડપાયા

અમદાવાદ,શનિવાર
ગુજરાતમાં ધોરી માર્ગો ઉપર પોલીસને ધોંસ વધતા હવે નશાના કારોબાર કરનારા શખ્સો માદક પદાર્થના જથ્થાની રેલવમાં હેરાફેરી કરી રહ્યા છે. કાલુપુર રેલવે પોલીસે કાંકરિયા યાર્ડ પાસે ટ્રેનમાંથી ઓરિસ્સાના બે શખ્સો પાસે રૃા.૧.૭૩ લાખના ગાંજાના જથ્થા સાથે પકડી પાડયા હતા. આ બનાવ અંગે કાલુપુર રેલવે પોલીસે ઓરિસ્સાના ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવાની કાર્યવાહી શરુ કરી છે.
નડિયાદથી મણિનગર વચ્ચે ટ્રેનમાં અજાણી વ્યક્તિ ગાંજાનો જથ્થો લેવા આવાવાનો હતો ઃ સિગ્નન ન મળતાં ટ્રેન રોકાઇ અને કાંકરિયા રેલવે યાર્ડ પાસે ટ્રેનમાંથી ઉતરવા જતાં ઝડપાયા
કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કોન્સ્ટેબલ હાર્દિકભાઇએ કાલુપુર રેલવે પોલીસમાં ઓરિસ્સાના વતની સુરેશ તથા ચીતરંજ અને પપ્પુ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે તેઓ ગાંમતીપુરથી કાકરિયા યાર્ડ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા આ સમયે પુરી અમદાવાદ ટ્રેન આવી હતી જો કે સિગ્નલ ન મળ્યું હોવાથી ટ્રેન ઉભી રહી હતી આ સમયે બે પેસેન્જર કોલેજીયન બેગ સાથે ઉતર્યા હતા. પોલીસને શંકા જતાં બેગની તલાસી લેતામાં તેમાંથી વનસ્પતિ જન્ય રૃા.૧,૭૩,૫૦૦ની કિંમતનો ગાંજાનો કુલ ૧૭.૩૫૦ કિ.ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ પૂછપરછમાં બે આરોપીઓને ઓરિસ્સાના પપ્પુએ આપ્યો હતો અને આ જથ્થો નડિયાદથી અમદાવાદ વચ્ચે કોઇક અજાણી વ્યક્તિ લેવા આવવાની હતી અને બન્ને યુવકોને મહેનત પેટે રૃા. ૩૦૦૦ રૃા. ૩૦૦૦ મળવાના હતા. આ ઘટના અંગે કાલુપુર રેલવે પોલીસે ઓરિસ્સાના ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવાની કાર્યવાહી શરુ કરી છે.

