Gujarat

ઊંટવામાં મકાનમાંથી રૃ. એક લાખથી વધુના સોના-ચાંદીના દાગીના લઇ તસ્કરો ફરાર

By GS Team
12 Dec 20211 min read
This article was originally published on 12 Dec 2021
ઊંટવામાં મકાનમાંથી રૃ. એક લાખથી વધુના સોના-ચાંદીના દાગીના લઇ તસ્કરો ફરાર

કડી,તા.11

કડી પંથકમાં છેલ્લાં દસ દિવસમાં ત્રણ ચોરીની ઘટના બની છે અને લાખોની ચોરી થઈ હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.ૅજેમાં વધુ એક ચોરીનો કિસ્સાસામે આવ્યો છે. કડીના  ઊંટવા ખાતે એક મકાનમાં દિવસ દરમિયાન તસ્કરો ઘરમાં પ્રવેશ કરી રૃપિયા ૧ લાખ ૪૭ હજારના સોના-ચાંદીના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.

કડી તાલુકાના ઊંટવા ખાતે રહેતા ઠાકોર કાળાજી ડાહ્યાજી પોતાના નિત્ય ક્રમ મુજબ ટ્રેક્ટર લઈનખેતરે ે ગયા હતા. બાદમાં તેમના બાળકો બપોરે ભેંસો ચારવા માટે ઘરને તાળું મારી ચાવી મીટર પર મૂકી ખેતરે ગયા હતા. જો કે તેઓ પાછા ફર્યા ત્યારે મીટર પર ચાવી ના મળતા આસપાસ તપાસ કરી હતી. આખરે ચાવી ના મળતા ફરિયાદી કાળાજીએ તાળું તોડી નાખ્યું હતું.  ઘરમાં તપાસ કરતા તિજોરી ખુલ્લી હાલતમાં જોવા મળતા ફરિયાદી ચોંકી ઉઠયા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે તિજોરીમાં મુકેલા દાગીના અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર થયા છે. જેમાં તસ્કરો તિજોરીમાંથી એક તોલાનો સોનાનો દોરો, સોનાની બુટ્ટી, એક તોલાની ઝૂમર, ૩ ચાંદીના મંગળસૂત્ર સહિતના દાગીના જેની કિંમત કુલ રૃ. ૧ લાખ ૪૭ હજારની મત્તાની ચોરી કરી ફરાર થયા હતા. જેથી આ સમગ્ર મામલે કાળાજી ઠાકોરે અજાણ્યા ઈસમો સામે કડી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.