Gujarat

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી

By GS TEAM
23 Jun 20261 min read
છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી

,છોટાઉદેપુર વતનમાં ગયેલા પરિવારના ઘરમાંથી ચોર ટોળકી ૧.૮૦ લાખના સોના - ચાંદીના દાગીના લઇ ગઇ  હતી.જે અંગે બાપોદ  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયારોડ રંગ વાટિકા પાછળ ઇન્દ્રપુરી સોસાયટીમાં રહેતા જગનભાઇ ગુજલાભાઇ રાઠવા મૂળ છોટાઉદેપુરના છે. વડોદરામાં તેઓ પત્ની અને બે ભાણેજ સાથે રહે છે. જમાઇનું અવસાન થતા ગત ૨૫ મી એપ્રિલે તેઓ મકાન બંધ કરીને  છોટાઉદેપુર ગયા હતા. તેમની દીકરી ગત છઠ્ઠી તારીખે કપડા લેવા માટે ઘરે આવી હતી. તે સમયે ચોરી થઇ નહતી. ગત ૧૪ મી તારીખે સ્કૂલમાંથી એલ.સી. લેવા માટે વડોદરા ઘરે આવ્યા હતા. તે દરમિયાન ચોરીની  જાણ થઇ હતી. રસોડાની બારીની ગ્રીલ કાઢીને ચોર ટોળકી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ ૧.૮૦ લાખની મતા લઇ ગઇ હતી.