Get The App

ગિરનાર જતાં પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
ગિરનાર જતાં પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ 1 - image


Junagadh News : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે જૂનાગઢમાં ભારે પવન અને વરસાદી વાતાવરણને લઈને ગિરનાર રોપ-વે  સેવા બંધ કરવામાં આવી છે. જ્યારે વાતાવરણ સાફ જણાશે ત્યારે ફરી ગિરનાર રોપ-વે સેવા શરુ કરાશે. 

ગિરનારમાં રોપ-વે સેવા બંધ

મળતી માહિતી મુજબ, જૂનાગઢના ગિરનાર ખાતે છેલ્લા ઘણા દિવસથી પવનની ગતિ વધી હોવાને લઈને ગિરનાર રોપ-વે હાલ પૂરતો બંધ કરાયો છે. રોપ-વે સંચાલકનું કહેવું છે કે, ભારે પવનના કારણે રોપ-વે સેવા બંધ કરી છે, ત્યારે ઍડ્વાન્સમાં બુકિંગ કરાયેલા લોકોને મેસેજ કરીને આ મામલે જાણ કરવામાં આવી છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, 6 દિવસ મેઘો મંડાશે, મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. જ્યારે ગિરનાર શિખર પર 50-54 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની સ્થિતિને લઈને તંત્રએ સુરક્ષાના ભાગ રૂપે હાલ રોપ-વે સેવા અટકાવી છે. આમ વાતાવરણ ચોખ્ખું થતાં ફરી શ્રદ્ધાળુઓની સુવિધા માટે રોપ-વે સેવા શરુ કરવામાં આવશે. 

Tags :