Gujarat

જામનગરમાં આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ-ઘરેણા સહિત લાખોનો મુદ્દામાલ ચોરી ફરાર

By GS TEAM
12 Oct 20251 min read
TukuTouch Logo
જામનગરમાં તસ્કરો અને લૂંટારુઓ બેખોફ બન્યા છે, ત્યારે ગઈકાલે શનિવારે રાત્રે (11 ઓક્ટોબર) એક સાથે આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ-ઘરેણા સહિત લાખોના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઘરના ફળિયામાં સૂઈ રહેલાં એક વૃદ્ધાને આરોપીએ માર મારીને લૂંટ ચલાવી હતી. ચોરી-લૂંટના બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ-ઘરેણા સહિત લાખોનો મુદ્દામાલ ચોરી ફરાર

Jamnagar News : જામનગરમાં તસ્કરો અને લૂંટારુઓ બેખોફ બન્યા છે, ત્યારે ગઈકાલે શનિવારે રાત્રે (11 ઓક્ટોબર) એક સાથે આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ-ઘરેણા સહિત લાખોના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઘરના ફળિયામાં સૂઈ રહેલાં એક વૃદ્ધાને આરોપીએ માર મારીને લૂંટ ચલાવી હતી. ચોરી-લૂંટના બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


મળતી માહિતી મુજબ, જામનગરના રણજીત સાગર માર્ગે આવેલી જે.જે. જશોદાનાથ સોસાયટીમાં ગત રાત્રે એક મોટરકાર અને બાઈકમાં આવેલા બે  શખ્સોએ આઠેક મકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર મામલે સ્થાનિકે જણાવ્યું હતું કે, ચોરી કરવા આવેલા શખ્સોએ સોસાયટીના આઠ મકાનમાંથી રોકડ તથા ઘરેણા વગેરેની ચોરી કરી હતી.

આ પણ વાંચો: પંચમહાલ: શહેરામાં બકરા ચોરીના આરોપસર બે લોકોને જાહેરમાં 'મેથીપાક', કારમાં પણ તોડફોડ

સમગ્ર મામલે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. લૂંટના આ બનાવ અંગે પ્રફુલભાઈ લખમણભાઇ ભાડજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા ચકાસી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવે શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે, તો બીજી તરફ પોલીસ સામે પણ સવાલો ઊભા થયા છે.