Get The App

પંચમહાલ: શહેરામાં બકરા ચોરીના આરોપસર બે લોકોને જાહેરમાં 'મેથીપાક', કારમાં પણ તોડફોડ

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
Shahera


Panchmahal News : પંચમહાલ જિલ્લાના શહેરામાં બકરા ચોરીના આરોપને લઈને સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. શહેરા તાલુકા પંચાયત નજીકના વિસ્તારમાં બકરા ચોરીના પ્રયાસના આરોપસર ઉશ્કેરાયેલા ટોળાએ બે ઈસમોને જાહેરમાં માર માર્યો હતો અને તેમના વાહનને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

બકરા ઉઠાવવાના આરોપસર ધોલાઈ

પ્રાથમિક માહિતી મુજબ, ખેડા તાલુકાના કઠલાલ ગામના વિજય અંબાલાલ અને નડિયાદના ભલાભાઈ ઠાકોર નામના બે ઇસમો પર સ્થાનિક લોકોએ ગંભીર આરોપ મૂક્યો હતો. તેમનો આરોપ હતો કે આ બંને ઇસમો રસ્તા પરથી એક બકરી ઉઠાવીને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બકરા ચોરીના આ આરોપથી ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોનું મોટું ટોળું એકઠું થયું હતું. આ ટોળાએ કાયદો હાથમાં લઈને બંને ઈસમોની સખત ધોલાઈ કરી હતી. એટલું જ નહીં, લોકોએ રોષમાં આવીને બંને ઈસમોની કારના કાચ પણ તોડી નાખ્યા હતા અને વાહનને નુકસાન પહોંચાડ્યું હતું.

આ પણ વાંચો: VIDEO: બોટાદના હડદડની ખેડૂત મહા પંચાયતમાં મહાસંગ્રામ: પોલીસ પર પથ્થરમારો, અનેકની અટકાયત

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, પોલીસને સોંપાયા

લોકોએ માર માર્યા બાદ ઈજાગ્રસ્ત થયેલા આ બંને ઈસમોને પોલીસ હવાલે કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત બનેલા વિજય અંબાલાલ અને ભલાભાઈ ઠાકોરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે અનુક્રમે શહેરા અને ગોધરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ શહેરા પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.

Tags :