Get The App

કચ્છના રણમાં 'રોડ ટુ હેવન રન': BSFની હીરક જયંતી ઉજવણી નિમિત્તે યોજાશે ભવ્ય મેરેથોન, જાણો કેવી રીતે લેવો ભાગ

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
કચ્છના રણમાં 'રોડ ટુ હેવન રન': BSFની હીરક જયંતી ઉજવણી નિમિત્તે યોજાશે ભવ્ય મેરેથોન, જાણો કેવી રીતે લેવો ભાગ 1 - image


Dholavira, Kutch: દેશની સરહદોના રખેવાળ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ હીરક જયંતી (Diamond Jubilee)ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ 'રોડ ટુ હેવન' પર આગામી 1 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ "BSF રન - રોડ ટુ હેવન" નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણ અલગ-અલગ શ્રેણીમાં યોજાશે દોડ

ફિટનેસ ઉત્સાહીઓ માટે આ મેરેથોનમાં અંતર મુજબ ત્રણ મુખ્ય કેટેગરી રાખવામાં આવી છે.

10 કિમી: શિખાઉ દોડવીરો માટે.

30 કિમી: અનુભવી દોડવીરો માટે.

60 કિમી અલ્ટ્રા રન: ઉચ્ચ ક્ષમતા ધરાવતા પ્રોફેશનલ રનર્સ માટે.

ઇવેન્ટની વિશેષતાઓ અને પાત્રતા

કોણ ભાગ લઈ શકે?: 14 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ ફિટનેસ પ્રેમી આ દોડમાં જોડાઈ શકે છે.

સંરક્ષણ કર્મચારીઓ માટે ખાસ વ્યવસ્થા: ભારતીય સેના અને સુરક્ષા દળોના જવાનો માટે વિશેષ એવોર્ડ શ્રેણીઓ રાખવામાં આવી છે. નોંધણી વખતે તેમણે માન્ય ID કાર્ડ રજૂ કરવાનું રહેશે.

વિશ્વકક્ષાનું પ્રમાણપત્ર: આ ઇવેન્ટ AIMS પ્રમાણપત્ર ધરાવે છે, જે દર્શાવે છે કે દોડનો રૂટ અને વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની છે.

હેરિટેજ અને ગૌરવનો સંગમ

સહભાગીઓને હડપ્પન સંસ્કૃતિના સાક્ષી એવા UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા અને સફેદ મીઠાના રણની વચ્ચેથી પસાર થતા અદભૂત 'રોડ ટુ હેવન' પર દોડવાનો એક દુર્લભ લ્હાવો મળશે. આ કાર્યક્રમ દ્વારા ભારતના સરહદી વિસ્તારોનું વ્યૂહાત્મક મહત્વ અને આપણી સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનો ઉદ્દેશ્ય છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 2666 ગામોમાં રૂ. 663 કરોડના ખર્ચે બનશે નવા 'પંચાયત ભવન' અને 'તલાટી આવાસ'

આયોજકો અને સમર્થન

આ મેરેથોન ક્રિષ સ્પોર્ટ્સ એન્ડ ફિટનેસ LLP અને ચોઈસ ઈન્ટરનેશનલના સહયોગથી આયોજિત છે. આ આખી ઇવેન્ટને ખેલો ઈન્ડિયા અને ગુજરાત ટૂરિઝમ દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે.