Get The App

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 2666 ગામોમાં રૂ. 663 કરોડના ખર્ચે બનશે નવા 'પંચાયત ભવન' અને 'તલાટી આવાસ'

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 2666 ગામોમાં રૂ. 663 કરોડના ખર્ચે બનશે નવા 'પંચાયત ભવન' અને 'તલાટી આવાસ' 1 - image


Gram Sachivalaya Project Gujarat : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ વધારવા માટે બે મહત્ત્વના પ્રોજેક્ટ્સની જાહેરાત કરાઈ છે. આણંદના ભાદરણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 2666 ગ્રામ પંચાયતો માટે નવા 'પંચાયત ઘર કમ તલાટી આવાસ'નું ઈ-ખાતમુહૂર્ત કર્યું છે. આ સાથે જ શહેરી જેવી સુવિધાઓ ગામડાંમાં પહોંચાડવા માટે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું પણ લોન્ચિંગ કરાયું છે.

પંચાયત ભવન પ્રોજેક્ટની મુખ્ય વિગતો

રાજ્યમાં વહીવટી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે પંચાયત ભવનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે:

કુલ ખર્ચ: રૂ. 663 કરોડ. 

સંખ્યા: 2666 ગામોમાં નવા ભવનોનું નિર્માણ થશે.

સુવિધા: આ ભવનોમાં પંચાયત ઘરની સાથે તલાટી માટે આવાસની પણ વ્યવસ્થા હશે, જેથી સ્થાનિક સ્તરે સરકારી સેવાઓ વધુ સરળતાથી મળી રહે.

ભવિષ્યનું લક્ષ્ય: રાજ્ય સરકાર આગામી સમયમાં કુલ 10,000થી વધુ આધુનિક 'ગ્રામ સચિવાલય' બનાવવાનું આયોજન ધરાવે છે.

‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ શું છે?

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મોટા ગામડાંમાં શહેરો જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

પ્રથમ તબક્કો: રાજ્યના એવા 114 ગામો(જે તાલુકા મથક છે પણ નગરપાલિકા નથી)ને આ યોજનામાં આવરી લેવાયા છે.

મળનારી સુવિધા: રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાનું પાણી, ગટર-સ્વચ્છતા, સોલાર સ્ટ્રીટ લાઇટ, ઈ-ગ્રામ સેન્ટર અને કોમ્યુનિટી હોલ.

બીજો તબક્કો: આગામી સમયમાં 10,000થી વધુ વસ્તી ધરાવતી તમામ પંચાયતોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કારણ

સરકારના જણાવ્યા અનુસાર, શહેરો પર વસ્તીનું ભારણ વધી રહ્યું છે. જો ગામડાઓમાં જ રોજગારી અને આધુનિક સુવિધાઓ (શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર) મળી રહે, તો શહેરીકરણના દબાણને સંતુલિત કરી શકાય છે. આ પ્રોજેક્ટ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો તફાવત ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં યોજાશે 'મિની કુંભ': આ વર્ષે મહાશિવરાત્રી મેળો બનશે ભવ્યાતિભવ્ય, પ્રથમવાર નીકળશે સંતોની નગરયાત્રા

આ પ્રસંગે પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ સહિત અન્ય મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા છેવાડાના ગામો સુધી વહીવટી તંત્રની પહોંચ મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.