Gujarat

જ્યાંથી રવિન્દ્ર જાડેજાની ક્રિકેટની સફર શરૂ થઈ, એ જ મેદાનમાં રિવાબાએ કર્યું બેટિંગ

By GS TEAM
1 Feb 20261 min read
TukuTouch Logo
જામનગરના ઐતિહાસિક અજીતસિંહજી ક્રિકેટ મેદાન પર રવિવાર (પહેલી ફેબ્રુઆરી)થી બહાદુરભાઈ કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યો હતો. જેઓએ ક્રિકેટની પીચ પર બેટિંગ કરીને મેચનો પ્રારંભ કરાવ્યો હતો, ત્યારે ઉપસ્થિત સર્વે મહેમાનોએ અને ક્રિકેટ ખેલાડીઓએ તેઓને તાળીઓના ગડગડાટ થી વધાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્યાંથી રવિન્દ્ર જાડેજાની ક્રિકેટની સફર શરૂ થઈ, એ જ મેદાનમાં રિવાબાએ કર્યું બેટિંગ

Jamnagar News: જામનગરના ઐતિહાસિક અજીતસિંહજી ક્રિકેટ મેદાન પર રવિવાર (પહેલી ફેબ્રુઆરી)થી બહાદુરભાઈ કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યો હતો. જેઓએ ક્રિકેટની પીચ પર બેટિંગ કરીને મેચનો પ્રારંભ કરાવ્યો હતો, ત્યારે ઉપસ્થિત સર્વે મહેમાનોએ અને ક્રિકેટ ખેલાડીઓએ તેઓને તાળીઓના ગડગડાટ થી વધાવ્યા હતા.

'હમ ભી કુછ કમ નહી'

એક તબક્કે ભારતીય ક્રિકેટ સ્ટાર રવિન્દ્ર જાડેજા, કે જેઓએ જામનગરના ઐતિહાસિક અજીતસિંહજી ક્રિકેટ મેદાન પર અનેક વખત ફટકાવાજી કરી છે, જે મેદાન પર આજે તેમના ધર્મપત્ની અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ પણ પોતાનો હાથ અજમાવ્યો હતો. બેટબોલ વડે ફટકાબાજી કરી હતી, અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા, અને 'હમ ભી કુછ કમ નહી' નો સંદેશ આપ્યો હતો.