મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર, GSSSBએ આપી માહિતી
Revenue Talati 2025 Exam : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને 23 મે, 2025ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. GSSSB મંડળ દ્વારા રેવન્યુ તલાટીની વર્ષ 2025ની પરીક્ષા પ્રાથમિક પરીક્ષાને લઈને જાહેરાત કરી છે.
GSSSB હેઠળ યોજાનાર રેવન્યુ તલાટી (301/202526) ભરતીની પ્રાથમિક પરીક્ષાને લઈને મંડળે જાહેરાત કરી છે. જેમાં GSSSBએ રેવન્યુ તલાટીની પ્રાથમિક પરીક્ષા આગામી 14 સપ્ટેમ્બર, 2025ના રોજ લેવામાં આવશે તેમ જણાવાયું છે.
આ પણ વાંચો: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી
મહેસૂલ વિભાગ હસ્તકની રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીના ગત 26 મેથી ફોર્મ ભરાવવાના શરુ થયા હતા. જેમાં ફેર્મ ભરવાની તારીખ લંબાવીને 12 જૂન કરાઈ હતી. રેવન્યુ તલાટીની ભરતી 2025 સંબંધિત વધુ માહિતી GSSSB સત્તાવાર વેબસાઈટ gsssb.gujarat.gov.in પરથી મેળવી શકાશે.