મહેસૂલ તલાટી-2025ની ભરતીના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો નવી તારીખ-અરજી કરવાની રીત
Revenue Talati 2025 Recruitment : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને 23 મે, 2025ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીના 26 મેથી ફોર્મ ભરાવવાના શરુ થયા હતા. જેની અંતિમ તારીખ 10 જૂન હતી. જ્યારે હવે GSSSB મંડળ દ્વારા ફોર્મ ભરવાના બે દિવસ વધારીને છેલ્લી તારીખ 12 જૂન કરવામાં આવી છે, જેમાં રાત્રે 11:59 સુધીમાં ફોર્મ ભરી શકાશે.
ભરતીની સંપૂર્ણ વિગતો જાણવા માટે અહીં ક્લિક કરો
રેવન્યુ તલાટીના આવતીકાલ સુધી ફોર્મ ભરી શકાશે
મહેસૂલ વિભાગ હસ્તકની રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીની ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે, ત્યારે ફોર્મ ભરવામાં બાકી અથવા હજુ પણ અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો આવતીકાલ ગુરુવાર (12 જૂન) સુધી અરજી કરી શકશે અને 13 જૂનની રાત્રે 11:59 સુધી પરીક્ષા ફી ભરવાની રહેશે. જેમાં રેવન્યુ તલાટીની ભરતી 2025 માટે ઉમેદવારો Ojasની સત્તાવાર વેબસાઇટની ojas.gujarat.gov.in આ લિંક પરથી અરજી કરી શકશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની ભરતીની પ્રિલિમિનરી પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ અંગે જાણકારી આપવામાં આવી છે. રેવન્યુ તલાટીની MCQ આધારિત પરીક્ષામાં શું રહેશે સિલેબસ અને કયા વિષયોને ધ્યાને લેવા તેને લઈને સત્તાવાર અભ્યાસક્રમની વિગત આપવામાં આવી છે.
સત્તાવાર અભ્યાસક્રમની વિગત મેળવવા અહીં ક્લિક કરો