નિષ્ઠાવાન નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન, ગુનેગારો તેનું નામ સાંભળીને ધ્રૂજતા હતા
Surendranagar News : રાજકોટ અને સૌરાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂંકેલા નિષ્ઠાવાન નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન થયુ. સુખદેવસિંહ નિવૃત્તિ બાદ સાધુ વેશ ધારણ કર્યો હતો અને પોતાના વતન ઝમર ખાતે અસંખ્ય વૃક્ષો ઉછેર્યા છે. એક સમયે કર્તવ્ય નિષ્ઠા સુખદેવસિંહનું નામ સાંભળીને ગુનેગારો ધ્રૂજતા હતા.
મળતી માહિતી મુજબ, સુખદેવસિંહ ઝાલાએ PSI તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેમાં તેમણે પોરબંદર, ખંભાળિયા, જસદણ સહિતના વિસ્તારોમાં ફરજ બજાવી હતી. સુખદેવસિંહ ઝાલા પોતાની ફરજ નિષ્ઠાથી લોકચાહના મેળવી અને તેમની કડક અધિકારી તરીકેની છાપથી ગુનેગારો કાંપતા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર: સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ વરસાદ વરસ્યો
સુખદેવસિંહ ઝાલાએ પોતાના મૃત્યુ બાદ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. તેમણે સંકલ્પ કર્યો હતો કે, 'મારા મૃત્યુ બાદ મૃતદેહને જામનગરની એપ.પી.શાહ મેડિકલ કોલેજને સોંપી દેવો. મારા મૃત્યુ બાદ પરિવારે રોકકળાટ કરવો નહીં, બેસણું કે શોક રાખવાનો નથી.'