વિરમગામના અનેક વિસ્તારમાં અવારનવાર ઉભરાતી ગટરથી શહેરીજનો ગ્રામજનો ત્રાહિમામ
બહારગામથી
ખરીદી માટે આવતા ગ્રામજનો ત્રાહિમામ
પોકારી ઉઠ્યા
સુરેન્દ્રનગર
- વિરમગામ શહેરના અનેક વિસ્તારમાં અવારનવાર ઉભરાતી ગટરથી શહેરીજનો અને બહારગામથી
ખરીદી માટે આવતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. નગરપાલિકામાં લેખિત મૌખિક
રજૂઆત કરવા છતાં ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા શહેરીજનોને ગ્રામજનોને
ફરજિયાત ગંદા પાણીમાં થઈ અવર-જવર કરવી પડે છે ત્યારે પાલિકા તંત્ર શહેરમાં
ભૂગર્ભટ્ટનની સમસ્યાનું નિરાકરણ લાવવા છેલ્લી પાટલી એ બેઠી હોય તેવું શહેરીજનોને
લાગી રહ્યું છે.
વિરમગામ
શહેરમાં આરાધના સિનેમાથી ગાયત્રી મંદિર સુધી,
તિરુપતિ કોમ્પલેક્ષથી દલવાડી ફળી સુધી, ભરવાડી
દરવાજાથી સવાલીના કારખાના સુધી, ગોલવાડી દરવાજા વિસ્તારમાં
છેલ્લા કેટલાય મહિનાથી ઉભરાતી ગટરથી શહેરીજનો અને બહારગામથી ખરીદી માટે આવતા
ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. આરાધના સિનેમાથી ગાયત્રી મંદિર સુધી છેલ્લા
કેટલાક દિવસોથી ગટરના ગંદા પાણીની રેલમછેલ નિત્ય જોવા મળે છે. આ ગટરની સમસ્યા માટે
આ વિસ્તારના રહીશો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર છેલ્લી પાટલી
એ બેઠું હોય તેવું લાગી રહ્યું છે. આ રોડ ઉપર ભુરી મંદિર ગાયત્રી મંદિર
સ્વામિનારાયણ મંદિર આવેલ છે મંદિરે જતા શ્રદ્ધાળુ ઓ ફરજિયાત ગટરના ગંદા પાણીમાંથી
જવા મજબૂર બન્યા છે. નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સાફ-સફાઈનો લાખો રૃપિયાના
ખર્ચે હળવદની ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં છે. કોન્ટ્રાક્ટર દ્વારા
ટેન્ડરની શરત મુજબ શહેરીજનોની ફરિયાદનો નિકાલ કરવામાં ઉણું ઉતર્યું છે.
નવાઈની
વાત એ છે કે જેના જુદા જુદા વિસ્તારમાં ભૂગર્ભગટર ઉભરાતી હોવા છતાં નગરપાલિકાના
ચૂંટાયેલા સભ્યો આ વિસ્તારમાં ફરક્યા નથી કે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં કોઈ રસ
દાખવ્યો નથી. ત્યારે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ઉભરાતી
ગટરની સમસ્યાથી મુક્તિ અપાવે તેવી તેની શહેરી જનોદ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે