દેવાયત ખવડ સહિત સાત આરોપીના રિમાન્ડ નામંજૂર, કોર્ટે સાતેયને જામીન આપ્યા
Devayat Khavad Arrested : લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 7 આરોપીની પોલીસે 17 ઓગસ્ટે દુધઈ ગામ નજીકથી ધરપકડ કર્યા બાદ તાલાલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે આજે સોમવારે (18 ઓગસ્ટ) તમામ આરોપીના મેડિકલ ચેકઅપ બાદ રિમાન્ડ મેળવવાની આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં પોલીસે 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે, કોર્ટે રિમાન્ડ નામંજૂર કરીને કેસ મામલે આરોપીને જામીન પર મુક્ત કર્યા છે.
કોર્ટે દેવાયત ખવડ સહિત 7 આરોપીના જામીન મંજૂર કર્યા
મળતી માહિતી મુજબ, દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે વિવાદ મામલે કેસ નોંધાયો હતો. જેને લઈને દેવાયત ખવડ સહિત 7 આરોપીની ધરપકડ કરાઈ હતી. જેમાં પોલીસે તમામ આરોપીને આજે (18 ઓગસ્ટ) કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં ફર્સ્ટ ક્લાસ જ્યુડિશીયલ મજિસ્ટ્રેટ સમક્ષ બંને પક્ષો વચ્ચે એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી દલીલો બાદ કોર્ટે રાત્રે 9:45 વાગ્યે ચુકાદો આપીને આરોપીના રિમાન્ડ નામંજૂર કરીને રૂ. 15000ના જામીન પર મુક્ત કરાયા છે.
આ પણ વાંચો: VIDEO: દેવાયત ખવડના રિમાન્ડ માંગશે પોલીસ, સાતેય આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા
પોલીસે દેવાયત ખવડ સહિતના આરોપીની 17 ઓગસ્ટના રોજ ધરપકડ કર્યા બાદ તમામને તાલાલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. જેમાં ડાયરા કલાકાર દેવાયત ખવડે રાત્રે લોકઅપમાં પાઉંભાજી, દાળભાતનું ભોજન લીધુ હતું. જ્યારે આજે 18 ઓગસ્ટે દેવાયત ખવડ સહિત સાતેય આરોપીનું મેડિકલ ચેકઅપ કરવા માટે તાલાલા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તમામ આરોપીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સમગ્ર કેસ મામલે તપાસ અધિકારી દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડની માંગણી કરી હતી.