Get The App

VIDEO: દેવાયત ખવડના રિમાન્ડ માંગશે પોલીસ, સાતેય આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: દેવાયત ખવડના રિમાન્ડ માંગશે પોલીસ, સાતેય આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા 1 - image


Devayat Khavad Arrested : લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયા છે. 17 ઓગસ્ટે દુધઈ ગામ નજીકથી દેવાયત ખવડ સહિત 7 આરોપીની ધરપકડ કર્યા બાદ તાલાલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે આજે સોમવારે (18 ઓગસ્ટ) તમામ આરોપીના મેડિકલ ચેકઅપ બાદ રિમાન્ડ મેળવવાની પોલીસે કામગીરી હાથ ધરી છે. 


મળતી માહિતી મુજબ, તાલાલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં દેવાયત ખવડ સહિતના આરોપીને રાખવામાં આવ્યા હતા. જેમાં ડાયરા કલાકાર દેવાયત ખવડે રાત્રે લોકઅપમાં પાઉંભાજી, દાળભાતનું ભોજન લીધુ  હતું. જ્યારે આજે 18 ઓગસ્ટે દેવાયત ખવડ સહિત સાતેય આરોપીનું મેડિકલ ચેકઅપ કરવા માટે તાલાલા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તમામ આરોપીના  બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સમગ્ર કેસ મામલે તપાસ અધિકારી દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરાશે અને રિમાન્ડની માંગણી કરશે.

SPએ સમગ્ર મામલે આપી માહિતી

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે વિવાદને લઈને ગીર સોમનાથ SPએ જણાવ્યું હતું કે, 'પોલીસે બાતમીના આધારે દેવાયત ખવડ સહિતના શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, સનાથલના ડાયરાના બુકિંગમાં કલાકાર મોડા પહોંચ્યા હતા, તેને લઈને માથાકુટ થઈ. જેને લઈને સામસામી ફરિયાદ પણ નોંધાઈ છે. જેમાં ફરિયાદ દ્વારા સોશિયલ મીડિયામાં વારંવાર રીલ મૂકાતી હતી. જેમાં બંને પક્ષે સોશિયલ મીડિયામાં આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરાતા હતા. જેમાં ઉશ્કેરાય જવાથી મામલો બીચક્યો હતો.'

આ પણ વાંચો: ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ગત ફેબ્રુઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે એ મામલે ત્યારે બંને પક્ષ દ્વારા ફરિયાદ થઈ હતી. આ બાબતનું મનદુઃખ હજુ ચાલી રહ્યું છે. સનાથલનો ધ્રુવરાજસિંહ ચૌહાણ 11 ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો. બીજા દિવસે 11 વાગ્યે જ્યારે ધ્રુવરાજસિંહ અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકે ધ્રુવરાજસિંહ જે કારમાં હતો તેને ટક્કર મારી હતી. બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12-15 શખસો પાઇપ, ધોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો.

Tags :