Gujarat

Gujarat Weather: 2 જિલ્લામાં વરસાદનું રેડ તો 16મા ઓરેન્જ એલર્ટ, મેઘરાજા બોલાવશે ધડબડાટી

By GS TEAM
22 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસથી મેઘરાજાની બેટિંગ શરૂ છે. એવામાં શનિવારે (21 જૂન) રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ અનુસાર, આજે (22મી જૂન) બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ તો અન્ય 16 જિલ્લામાં ભારે વરસાદ થવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather: 2 જિલ્લામાં વરસાદનું રેડ તો 16મા ઓરેન્જ એલર્ટ, મેઘરાજા બોલાવશે ધડબડાટી


Rain In Gujarat: ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસથી મેઘરાજાની બેટિંગ શરૂ છે. એવામાં શનિવારે (21 જૂન) રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ અનુસાર, આજે (22મી જૂન) બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ તો અન્ય 16 જિલ્લામાં ભારે વરસાદ થવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી અનુસાર, રવિવારે (22મી જૂન) કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ,મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ ,નવસારી અને  દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અન્ય જિલ્લામાં યેલો એલર્ટ છે. 


24 કલાકમાં ક્યાં વરસ્યો સૌથી વધુ વરસાદ

હવામાનના આંકડા અનુસાર, 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હોત તે વિસ્તારમાં ઉત્તર ગુજરાત જ મોખરે છે. જેમાં સાબરકાંઠામાં 12.2 ઈંચ, બનાસકાંઠામાં 10.3 ઈંચ, અરવલ્લીમાં 4.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ 3.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

આ પણ વાંચો: ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી : ગેનીબેને કર્યું મતદાન, પંચમહાલમાં સર્જાયો અકસ્માત, 2 મોત


23મી જૂનની આગાહી

23 જૂને બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે અને કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, સુરત, ડાંગ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, બોટાદ, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

24 જૂનની આગાહી

24 જૂને બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યું છે. 

25-26 જૂનની આગાહી

25-26 જૂનના રોજ અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

27 જૂનની આગાહી

27 જૂને 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.