Gujarat

રતનપુરના નામચીન બુટલેગર અને ગ્રામ પંચાયતના ઉમેદવારે મંગાવેલો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો

By GS Team
12 Dec 20211 min read
This article was originally published on 12 Dec 2021
રતનપુરના નામચીન બુટલેગર અને ગ્રામ પંચાયતના ઉમેદવારે મંગાવેલો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો

ગ્રામ પંચાયતનો ઉમેદવાર અને તેનો ભાઈ વોન્ટેડ

વડોદરા, તા.12 ડિસેમ્બર, 2021, રવિવાર

વડોદરા ડભોઇ રોડ પર આવેલ રતનપુર ગામની પંચાયત ચૂંટણીમાં ઊભા રહેલ ઉમેદવાર રાકેશ ઉર્ફે લાલો તેમજ તેના ભાઈ હિતેશ ઉર્ફે પપ્પુએ મધ્યપ્રદેશથી મંગાવેલો ૧૪.૭6 લાખની કિંમતનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો

આ અંગેની વિગત એવી છે કે મધ્યપ્રદેશથી એક આઇસર ટેમ્પોમાં દારૂનો જથ્થો ભરીને આ ટેમ્પો ગોલ્ડન ચોકડીથી વડોદરા હાઇવે પરથી ડભોઈ તરફ જવાનો છે તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમે કપૂરાઈ ગામની સીમમાં શુભ રેસિડેન્સી સામે ગઇ સાંજે વોચ ગોઠવી હતી બાતમી મુજબ નો ટેમ્પો આવતા તેને રોકી ટેમ્પામાં તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે ટેમ્પોમાંથી દારૂની 10632 બોટલો મળતા દારૂનો જથ્થો ટેમ્પો સહિત 22.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ અંગે ટેમ્પાના ડ્રાઇવર ઇશાક મુંડાની અટકાયત કરી પૂછપરછ કરતા દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી એડ્રેસ ઈંદ્રિશ ઉર્ફે ગુડ્ડુએ ભરાવ્યો હતો અને આ જથ્થો રતનપુરના રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત તેમજ હિતેશ ઉર્ફે પપ્પુને પહોંચાડવાનો હતો ઉલ્લેખનીય છે કે રાકેશ ઉર્ફે લાલાએ રતનપુર ગામની પંચાયત ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું છે