Get The App

રાજુલાના સફાઈ કામદારોનું ઉગ્ર આંદોલન, કાયમી નોકરી આપવા માગ

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
રાજુલાના સફાઈ કામદારોનું ઉગ્ર આંદોલન, કાયમી નોકરી આપવા માગ 1 - image


Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકા કચેરી ખાતે છેલ્લા આઠ દિવસથી સફાઈ કામદારો પોતાની વિવિધ માગણીઓને લઈને ધરણા પર બેઠા છે. નગરપાલિકામાં સફાઈ કામદારોને 15-15 દિવસની શિફ્ટ પર રાખવામાં આવે છે, જેને બંધ કરી લાંબા સમયથી કામ કરતા કર્મચારીને કાયમી નોકરી આપવામાં આવે તેવી માગ છે.

અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરાઈ

રાજુલાના સફાઈ કામદારો પોતાની માગને લઈને અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ ઉકેલ ન આવતા અંતે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. સફાઈ કામદારો છેલ્લા આઠ દિવસથી ધરણા પર બેઠા છે. પાલિકા દ્વારા સફાઈ કામદારોની માગ સંતોષવામાં ન આવતા અંતે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

સફાઈ કામદારોએ રાજુલા–અમરેલી રોડ ચક્કાજામ કર્યો

સોમવારે (આઠમી સપ્ટેમ્બર) રાજુલાના જકાત નાકા નજીક 100થી વધુ સફાઈ કામદારોએ એકત્રિત થઈ રાજુલા–અમરેલી રોડ ચક્કાજામ કર્યો હતો. જેના કારણે માર્ગ પર લાંબા સમય સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતી. ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબુમાં લેવા કામદારો સાથે વાતચીત કરી સમગ્ર મામલો થાળે પાડવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. રોડ પરથી સફાઈ કામદારોને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો રહ્યો હતો, પરંતુ જો કામદારોની માગણીઓ સંતોષાય નહીં તો આંદોલન વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાત-કેડરના IPS અધિકારી મનોજ શશિધર બન્યા CBIના સ્પેશિયલ ડાયરેક્ટર

ઉલ્લેખનીય છે કે, રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારોનો આ વિરોધ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે, હવે જોવાનું એ રહ્યું પાલિકા દ્વારા સફાઈ કામદારોની માગણીઓ સંતોષી લેશે કે પછી આંદોલન ઉગ્ર બને એ જોવાનું રહ્યું છે.

Tags :