ગુજરાત-કેડરના IPS અધિકારી મનોજ શશિધર બન્યા CBIના સ્પેશિયલ ડાયરેક્ટર
IPS Manoj Shashidhar : ગુજરાત કેડરના IPS અધિકારી મનોજ શશિધરની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. આ પહેલા તેઓ CBIમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે.
તેઓ 1994ની બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે. ગુજરાતમાં તેઓ વિવિધ મહત્ત્વના હોદ્દે ફરજ નિભાવી ચૂક્યા છે, જેમાં વડોદરાના પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અને અમદાવાદના જોઇન્ટ કમિશનર વગેરે સામેલ છે.
નવી દિલ્હીમાં તેમણે હવે CBIમાં બીજા ક્રમના ઉચ્ચ અધિકારી તરીકે જવાબદારી સંભાળી છે, જેનો કાર્યકાળ નવેમ્બર 2030માં નિવૃત્તિ અથવા આગામી આદેશ સુધી રહેશે. CBIમાં જોઈન્ટ ડિરેક્ટર પછી 2023માં એડિશનલ ડિરેક્ટર પદે નિમણૂક મળી હતી અને હવે 2025માં CBIના સ્પેશિયલ ડિરેક્ટર પદે નિમણૂક થઈ છે.