Gujarat

રાજકોટમાં 'વંદે ભારત' ટ્રેનની અડફેટે 2 લોકોના મોત, માલધારી ફાટક નજીક બની ઘટના

By GS TEAM
2 Feb 20262 mins read
TukuTouch Logo
રાજકોના ગોંડલ ચોકડી પાસે આવેલા માલધારી ફાટક નજીક વંદે ભારત ટ્રેન આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, પૂરપાટ ઝડપે સોમનાથથી અમદાવાદ જઈ રહેલી 'વંદે ભારત' ટ્રેનની અડફેટે ત્રણ યુવકો આવી જતાં બેના કંપારીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં 'વંદે ભારત' ટ્રેનની અડફેટે 2 લોકોના મોત, માલધારી ફાટક નજીક બની ઘટના

Rajkot News: રાજકોના ગોંડલ ચોકડી પાસે આવેલા માલધારી ફાટક નજીક વંદે ભારત ટ્રેન આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, પૂરપાટ ઝડપે સોમનાથથી અમદાવાદ જઈ રહેલી 'વંદે ભારત' ટ્રેનની અડફેટે ત્રણ યુવકો આવી જતાં બેના કંપારીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

ત્રણેય યુવાનો પરપ્રાંતીય 

પ્રાથમિક માહિતી મુજબ અડફેટે આવેલા ત્રણેય પરપ્રાંતીય યુવાનો કારખાનામાં મજૂરી કામ કરતા હતાં, ગોંડલ ચોકડી નજીક આવેલા માલધારી ફાટકની આસપાસ આજે(2 ફેબ્રુઆરી)ના રોજ  વંદે ભારત ટ્રેન સોમનાથથી અમદાવાદ જતી હતી. તે દરમિયાન તેમને ટ્રેનની ઠોકર વાગી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક યુવકે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય એકનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું છે.

મૃતકો

-એક યુવકનું ઘટનાસ્થળે મોત

-સંદીપભાઈ: હોસ્પિટલમાં મોત

ઈજાગ્રસ્ત

-કપિલભાઈ પટેલ (19 વર્ષ)

રેલવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે

બનાવની જાણ સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસને કરવામાં આવતા કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્રણમાંથી બે ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક યુવકેએ દમ તોડી દીધો હતો. જ્યારે ઘટનાસ્થળે જ મોતને ભેટલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. 

શું રીલ કે સેલ્ફીના ચક્કરમાં અકસ્માત?

અકસ્માતનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી,  શું ત્રણેય વ્યક્તિઓ પાટા ઓળંગી રહ્યા હતા કે કોઈ અન્ય કારણને કારણે અડફેટે આવી ગયા છે તે અંગે રેલવે પોલીસે તપાસ આદરી છે. સૂત્ર પ્રાપ્ત વિગત મુજબ રીલ અને સેલ્ફી લેવામાં ચક્કરમાં અકસ્માત સર્જાયો હોવાનું તારણ છે. તે ઉપરાંત RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)એ આ માત્ર એક અકસ્માત છે કે પછી સામુહિક આત્મહત્યાનો પ્રયાસ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં બે ટુ વ્હીલર વચ્ચે ટક્કર બાદ પોલીસ અધિકારી પટકાયા, ડમ્પર ફરી વળતા મોત

વંદે ભારત ટ્રેન થોડા સમય માટે રોકી દેવાઈ

ભાવનગર ડિવિઝનમાં ભક્તિનગર અને રિબડા વચ્ચે વંદે ભારત ટ્રેનને આ અકસ્માત નડ્યો હતો. રેલવે ટ્રેક પર થયેલી કરૂણ દુર્ઘટનાના કારણે વંદે ભારત ટ્રેનને અમુક સમય માટે રોકી દેવામાં આવી હતી. જો કે જરૂરી તપાસ બાદ  સાંજે 5:40 કલાકે ટ્રેનને આગળ વધવા લીલીઝંડી આપી દેવામાં આવી હતી.