'અધિકારીઓના પાપે જ રાજકોટ અગ્નિકાંડ થયો...', ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈનો ગંભીર આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Game Zone Fire: રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક 32ને સ્પર્શી ગયો છે. આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય આગેવાનોએ પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન ભાજપના દિગ્ગ્જ નેતા વજુભાઈ વાળાએ આ ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, ગઈકાલનો (25મી મે) દિવસ ખૂબ જ દુઃખદ અને કલંકિત રહ્યો હતો. રાજકોટ મનપાએ ભૂલ સ્વીકારવી જોઈએ. અધિકારીઓના પાપે જ આ અગ્નિકાંડ થયો.'
ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાનો ગંભીર આરોપ
ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈનો ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, રાજકોટ મનપાની નિષ્કાળજી રહી છે. કોઇ પણ પ્રકારનુ સ્ટ્રક્ચર હોય કોર્પોરેશનની મંજૂરી જોઈએ. મનપાએ ભૂલ સ્વીકારવી જોઈએ. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ બંધ કરાવવાની જવાબદારી મનપાની છે. જિંદગીમાં થયેલી ભૂલની કબૂલાત નહીં કરીએ તો એવી ભૂલનું પુનરાવર્તન જ થયા કરશે. અધિકારીઓ સામે પણ પગલા લો, આપણે એવું ન કહેવાય કે પરવાનગી નહોતી આપી એટલે અમારો કોઈ રોલ નથી. પરવાનગી નહોતી આપી તોય ત્યા ગેમ ઝોન તો હતો જ. તો ધ્યાન શું રાખ્યું?'
આ મામલે પોલીસ એફઆઈઆર દાખલ કરી
રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર પોલીસ મથકે એફઆઈઆરમાં ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ, પ્રકાશ સોલંકી સહિત કુલ 6 લોકો સામે એફઆઈઆર નોંધાવામાં આવી છે. અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થતાં તે પણ આ મામલે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો: રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી, 6 સામે FIR, જાણો કઈ-કઈ કલમો લાગી




