Gujarat

રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડનો રિપોર્ટ વિકાસ સહાયે ડીજીપીને સોંપ્યો

By GS Team
23 Feb 20221 min read
This article was originally published on 23 Feb 2022
રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડનો રિપોર્ટ વિકાસ સહાયે ડીજીપીને સોંપ્યો

રાજકોટ, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર

રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડનો રિપોર્ટ વિકાસ સહાયે ડીજીપીને સોંપ્યો છે. જેમાં 500 પેજ છે અને 14 નિવેદનો નોંધવામાં આવ્યા છે. સાથેસાથે પાંચ જેટલા પુરાવા પણ ધ્યાનમાં લીધા છે. આ રીપોર્ટ ડીજીપી આશિષ ભાટિયા આજે ગૃહ વિભાગને સોંપશે. જેના આધારે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.

ગત 19મી ફેબ્રુઆરી ફરી એક વખત મનોજ અગ્રવાલને વિકાસ સહાયએ પુછપરછ માટે બોલાવ્યા હતા. સતત બે વખત કરાઈમાં મનોજ અગ્રવાલની પુછપરછ થઈ હતી.

રાજકોટ પોલીસ કથિત કમિશનકાંડના મામલે વળાંક આવ્યો છે. તપાસનીશ DGP વિકાસ સહાય સમક્ષ ફરિયાદી સખીયા બંધુએ પુરાવા રજૂ કર્યા હતા. વિકાસ સહાયના રિપોર્ટ બાદ પોલીસ કમિશ્નર સામે કડક પગલા લેવાય તેવી શકયતા છે.