Get The App

રાજકોટમાં ચાર આફ્રિકન યુવતી સહિત 5 ગેરકાયદે રહેતા હોવાની આશંકા! પોલીસે 250 જેટલા વિદ્યાર્થીની તપાસ કરી

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટમાં ચાર આફ્રિકન યુવતી સહિત 5 ગેરકાયદે રહેતા હોવાની આશંકા! પોલીસે 250 જેટલા વિદ્યાર્થીની તપાસ કરી 1 - image


Marwadi University: રાજકોટની મારવાડી, દર્શન અને આર.કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આફ્રિકા ખંડના અંદાજે 250 વિદ્યાર્થીઓને પોલીસે ચેક કર્યા હતા. જેમાંથી 4 યુવતી સહિત 5 વીઝાની મુદત પુરી થઈ ગઈ હોવા છતા ગેરકાયદે રહેતા હોવાની શંકા ઊભી થઈ હતી. જે અંગે પોલીસે ખરાઈ કરવા તજવીજ હાથ ધરી હતી.

પોલીસે કર્યું સેમિનારનું આયોજન

મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અમુક વિદ્યાર્થીઓ ડ્રગ્સ, સેક્સ અને આલ્કોહોલનું રેકેટ ચલાવતા હોવાની અગાઉ રતનપરના ગ્રામજનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. જેના કારણે ઉહાપોહ મચી ગયો હતો. આફ્રિકા ખંડના વિદ્યાર્થીઓનું કાયદાનું પાલન કરે અને કોઈ ગેરકાયદે પ્રવૃતિ ન કરે તે માટે પોલીસે મારવાડી યુનિવર્સિટીમાં સેમિનારનું પણ આયોજન કર્યું હતું. 

આ પણ વાંચોઃ ભાદરવામાં ગુજરાતમાં મેળાની મોસમ, 10 વધુ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાનું આયોજન

વિદેશી વિદ્યાર્થીઓની તપાસ કરાઇ

આ ઉપરાંત બીજી કવાયત પણ કરી હતી. જેના અંતે એસઓજીના પીઆઈ સંજયસિંહ જાડેજાની આગેવાની હેઠળ એસઓજી અને ક્રાઇમ બ્રાંચની અડધો ડઝન ટીમોએ આફ્રિકા ખંડના દેશ જેવા કે યુગાન્ડા, તાન્ઝાનિયા,  લાયબ્રેરીયા, કેન્યા, સાઉદ સુદાન, નાઈઝીરીયા, ઝામ્બીયા, ઝીમ્બાબવે, કેમરૂન અને રવાન્ડા સહિતના દેશોના અંદાજે 250 વિદ્યાર્થીઓની તપાસ કરી હતી. જેમાં વીઝાની મુદત પુરી થઈ ગઈ છે કે કેમ? જયાં ભાડે રહે છે તે અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ છે કે કેમ? કોઈ અનૈતિક કે ગેરકાયદે પ્રવૃતિ સાથે સંકળાયેલા છે કે કેમ તે સહિતના મુદ્દે રતનપર, હડાળા, ઘંટેશ્વર, માધાપર અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી. 

પાંચેક વિદ્યાર્થીઓ પર પોલીસની શંકા

લીમડા ચોક અને અગાઉ અનૈતિક પ્રવૃતિના કિસ્સાઓમાં ચર્ચામાં આવેલી અડધો ડઝન હોટલોમાં પણ તપાસ કરી હતી. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી આ કવાયત મોડી સાંજે 8 વાગ્યા સુધી ચાલી હતી. જે દરમિયાન ચારેક યુવતી અને એક પૂર્વ વિદ્યાર્થી સહિત પાંચ ગેરકાયદે રહેતા હોવાની શંકા જતાં તે અંગે પોલીસે તપાસ કરાવી છે.

આ પણ વાંચોઃ માંગ નહીં ઉકેલાય તો ખેડૂતોની ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જો ઓવરસ્ટે એટલે કે ગેરકાયદે રહેતા હોવાનું સાબિત થશે તો પાંચેયને ડિપોર્ટ કરવામાં આવશે. ચારેય યુવતીઓ બિઝનેસ વીઝા પર આવ્યાનું બહાર આવ્યું છે.

Tags :