રાજકોટ સિવિલ હોસ્પિટલે 150 બેડ વધારવાનો લીધો મહત્વનો નિર્ણય
રાજકોટ, તા. 13 જુલાઈ 2020 સોમવાર
હાલ સૌરાષ્ટ્રમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે પ્રાપ્ત મળતી માહિતી વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં વધારો થતાં રાજકોટ સિવિલે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
સિવિલ હોસ્પિટલમાં 150 બેડ વધારવામાં આવ્યા છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં 250 બેડની ક્ષમતા હતી. જે વધારીને 400 બેડની કરી દેવાઇ છે.