Get The App

જૂનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય રાજ ભારતી બાપુએ જાતે ગોળી મારીને આપઘાત કર્યો

તાજેતરમાં કેટલાક વીડિયો અને ઓડિયો વાયરલ થયા હતાં

Updated: Jan 24th, 2023

GS TEAM

Google News
Google News
જૂનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય રાજ ભારતી બાપુએ જાતે ગોળી મારીને આપઘાત કર્યો 1 - image
IMAGE- TWITTER



જૂનાગઢ, 24 જાન્યુઆરી 2023 મંગળવાર

જૂનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડાના ખેતલિયા દાદા મંદિરના મહંત રાજ ભારતી બાપુએ જાતે જ ગોળી મારીને આપઘાત કર્યો છે. થોડા દિવસ પહેલાં તેમના કેટલાક વીડિયો અને ઓડિયો વાયરલ થયા હતાં. પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

લાયસન્સ વાળી પિસ્તોલથી લમણે ગોળી મારી
ખડીયા ગામ સ્થિત પોતાની જ વાડીમાં રાજ ભારતી બાપુએ પોતાની લાયસન્સ વાળી પિસ્તોલથી લમણે ગોળી મારી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નિપજ્યું હતુ. સ્થાનિક સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, તેમણે વાયરલ થયેલા વીડિયોને કારણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે. 

તેમના કેટલાક ઓડિયો પણ વાયરલ થયાં હતાં
તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોમાં રાજ ભારતી બાપુ દારૂ પીતા દેખાયા હતાં. તેમના કેટલાક ઓડિયો પણ વાયરલ થયાં હતાં. જેના કારણે તેઓ તણાવમાં  આવીને આજે આ પગલું ભર્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Tags :