Get The App

ગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 1 - image


Rainfall in Gujarat : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના 25થી વધુ જિલ્લામાં યલો-ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં આજે (4 સપ્ટેમ્બર) રાજ્યના 156 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ થયો.

156 તાલુકામાં વરસાદ

રાજ્યમાં આજે ગુરુવારે સવારના 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 156 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં તાપીના સોનગઢમાં 4.33 ઇંચ, ભરૂચના અંકલેશ્વરમાં 4.21 ઇંચ, ભરૂચમાં 3.82 ઇંચ, નેત્રંગમાં 3.7 ઇંચ, અમદાવાદના ધોલેરામાં 3.54 ઇંચ, દાહોદના સિંગવડમાં 3.5 ઇંચ, આણંદના ખંભાતમાં 2.99 ઇંચ, દાહોદના સંજેલીમાં 2.95 ઇંચ, ભરૂચના ઝઘડિયામાં 2.91 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

આ પણ વાંચો: મહીસાગર નદીમાં વણાકબોરી ડેમનું 3.5 લાખ ક્યુસેક પાણી છોડાશે, ક્લેક્ટરે આપી ચેતવણી

આ ઉપરાંત, તાપીના વ્યારા, કુકરમુંડા, સુરતના માંડવી, માંગરોળ, કામરેજ, ઓલપાડ, ભાવનગરના ઘોઘા, પંચમહાલના જાંબુઘોડા, નર્મદા સહિતના 26 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 130 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે. 

ગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 2 - image

ગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 3 - imageગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 4 - imageગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 5 - image

Tags :