Get The App

ગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 1 - image


Rainfall In Gujarat : ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં આજે રવિવારે (7 સપ્ટેમ્બર) રાજ્યના 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13.58 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં કેટલો વરસાદ થયો. 

221 તાલુકામાં વરસાદ 

રાજ્યમાં આજે રવિવારે સવારના 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં બનાસકાંઠાના વાવમાં 6.85 ઇંચ, ભાભરમાં 6.57 ઇંચ, થરાદમાં 6.10 ઇંચ, કચ્છના રાપરમાં 6.54 ઇંચ ખાબક્યો છે 

આ પણ વાંચો: ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ

14 તાલુકામાં 3-4 ઇંચ વરસાદ

તાપીના વાલોડ, વ્યારા, પાટણના સંતલપુર, વલસાડના કપરાડામાં 4-4 ઇંચ અને પાટણના રાધનપુર, બનાસકાંઠાના દિયોદર, વલસાડ, ઉમરગામ, ધરમપુર, ગાંધીનગરના દેહગામ, નવસારીના ખેરગામ, તાપીના ડોલવણ, ડાંગના વઘઈ, સુરતના મહુવા તાલુકામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

91 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા 16 કલાકમાં વલસાડના વાપી, પારડી, અરવલ્લીના ભિલોડા, બનાસકાંઠાના દાંતા, સાબરકાંઠાના ઇડર, પ્રાંતિજ, તાપીના સોનગઢ, મોરબી તાલુકા સહિત કુલ 91 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 

આ પણ વાંચો: VIDEO: સાબરમતી નદીનું જળસ્તર વધતા ધોળકાના 20થી વધુ ગામમાં એલર્ટ, માઈકથી અપાઈ ચેતવણી

જુઓ ક્યાં-કેટલો વરસાદ

ગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 2 - imageગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 3 - imageગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 4 - imageગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 5 - imageગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 6 - imageગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 7 - imageગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 8 - imageગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 9 - imageગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 10 - imageગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 11 - imageગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 12 - image

Tags :