Get The App

રાજ્યમાં 24 કલાક દરમિયાન 81 તાલુકામાં વરસાદ

- મહેસાણાના ખેરાલુમાં 3 ઇંચ વરસાદ પડ્યો

Updated: Aug 1st, 2020

GS TEAM

Google News
Google News
રાજ્યમાં 24 કલાક દરમિયાન 81 તાલુકામાં વરસાદ 1 - image


અમદાવાદ, તા. 1 ઓગસ્ટ 2020 શનિવાર

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 81 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગાંધીનગર સ્થિતિ રાજ્યના ઇર્મજન્સી ઑપરેશન સેન્ટરમાં નોંધાયેલા આંકડા મુજબ આ 24 કલાક દરમિયાન 27 જિલ્લામાં સૌથઈ વધુ મહેસાણાના ખેરાલુમાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં મહેસાણા જિલ્લાના ખેરાલુમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે.

દરમિયાન 24 કલાકમાં ખેરાલુમાં 3 ઇંચ, સિદ્ધપુર પાટણમાં પોણા ત્રણ ઇંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં પોણા ત્રણ ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 54 એમ.એમ, પાટણના રાધનપુરમાં 46 એમએમ, બનાસકાંઠાના દિયોદરમાં 39 એમ.એમ. પાટણ શહેરમાં 36 એમ.એમ વરસાદ વરસ્યો છે. 

જ્યારે છોટાઉદેપુરના ક્વાંટમાં 31 એમ.એમ. પાટણના સરસ્વતીમાં 30 એમ.એમ. જૂનાગઢનાં વંથલીમાં 29 એમ.એમ. નર્મદાના સાગબારામાં 28 એમ.એમ. પાટણના સાંતલપુરમાં 27 એમ.એમ.જામનગના કાલાવાડમાં 27 એમ.એમ. રાજકોટના જેતુપરમાં 23 એમ.એમ. જૂનાગઢના ભેસાણમાં 22 એમ.એમ. તેમજ ડાંગના સુબીર, આહવા, ભરૂચના હાંસોટ, જામનગરના જામજોધપુર, સુરેન્દ્રનગરના સાયલામાં 21 એમ.એમ. વરસાદ થયો છે. જ્યારે અન્ય 61 તાલુકામાં 1થી 16 એમએમ વરસાદ નોંધાયો છે.

દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ  42.76 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 251 તાલુકામાંથી 102 તાલુકામાં 251-500 એમએમ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 86 તાલુકામાં 126-250 એમ.એમ. વરસાદ વરસ્યો છે.

Tags :