ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ, અમરેલીમાં સૌથી વધુ 3.39 ઇંચ
Rainfall in Gujarat: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં ગુજરાતના 18 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજ્યના 4 તાલુકામાં 1 થી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે 10 તાલુકામાં 10 ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અમરેલી તાલુકામાં સૌથી વધુ 3.39 ઇંચ, જુનાગઢના મેંદરડામાં 1.73 ઇંચ, અમરેલીના લાઠીમાં 1.30 ઇંચ, જુનાગઢના માંગરોળમાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ખાબક્યો ભારે વરસાદ, વાવાઝોડા જેવો પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી
હવામાન વિભાગે આગામી 27 મે સુધી રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે શુક્રવાર(23 મે, 2025)ના રોજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલીના લાઠી અને ગ્રામ્ય પંથક, કુંકાવાવ, બગસરા, વડીયા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદને પગલે વૃક્ષો પડી જવા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હોવાના દૃશ્યો જોવા મળ્યા છે.
24-25ની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24-25 મેના રોજ રાજ્યના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
26-27 મેની આગાહી
26 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 27 મેના રોજ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની સૂચના