ગુજરાતમાં આજે 158 તાલુકામાં મેઘમહેર, છોટા ઉદેપુરના જેતપુરપાવીમાં 4 કલાકમાં 3.62 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો
Rainfall In Gujarat : ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળી રહ્યું છે, ત્યારે આજે શનિવારે (5 જુલાઈ) રાજ્યના 158 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 4.45 ઇંચ અને છોટા ઉદેપુરના જેતપુરપાવીમાં 4 કલાકમાં 3.62 ઇંચ વરસાદ વરસ્યો છે. જુઓ ક્યાં-કેટલી વરસાદ નોંધાયો.
158 તુલાકમાં મેઘમહેર
રાજ્યમાં આજે (5 જુલાઈ) સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 158 તુલાકમાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના કપરાડામાં 4.13 ઇંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 3.82 ઇંચ, છોટા ઉદેપુરના જેતપુરપાવીમાં 3.62 ઇંચ, વલસાડના ધરમપુરમાં 3.54 ઇંચ, તાપીના વ્યારામાં 3.46 ઇંચ, નવસારીના વાસંદામાં 3.43 ઇંચ, ડાંગના આહવામાં 3.31 ઇંચ અને વઘઈમાં 3.27 ઇંચ, નર્મદાના દેડીયાપાડામાં 3.23 ઇંચ, વલસાડના વાપી અને તાપીના સોનગઢમાં 3.15 ઇંચ, તાપીના ડોલવણમાં 3.11 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, આજે આ 5 જિલ્લામાં રેડ ઍલર્ટ
જ્યારે નવસારીના ખેરગામ, સુરતના બારડોલી, ઉમરપાડા, મહુવા, પલસાણા, નવસારીના ગણદેવી, તાપીના વાલોદ, ખેડાના કઠલાલ, પોરબંદરના રાણાવાવ, વડોદરા, વલસાડના ઉમરગામ સહિતના 17 તાલુકામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 127 જેટલા તાલુકામાં 2 ઈંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.
જુઓ ક્યાં-કેટલી વરસાદ ખાબક્યો