Gujarat

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, આજે આ 5 જિલ્લામાં રેડ ઍલર્ટ

By GS TEAM
5 Jul 20252 mins read
TukuTouch Logo
સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના મોટાભાગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 11 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગે આજે શનિવારે (5 જુલાઈ) આગામી ત્રણ કલાકનું Nowcast જાહેર કર્યું છે, ત્યારે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, આજે આ 5 જિલ્લામાં રેડ ઍલર્ટ

Rain forecast, Gujarat : સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના મોટાભાગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 11 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગે આજે શનિવારે (5 જુલાઈ) આગામી ત્રણ કલાકનું Nowcast જાહેર કર્યું છે, ત્યારે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ છે.

પાંચ જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે શનિવારે સાંજે 7 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં કચ્છ, પાટણ, મોરબી, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.


વલસાડ જિલ્લા વહીવટી તંત્રની સૂચના

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર તરફથી મધુબન ડેમમાંથી 1,00,000  ક્યુસેક પાણી છોડવાનું છે, ત્યારે વાપી, કપરાડા, ઉંમરગામ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને દમણગંગા નદીના વિસ્તારમાં કોઈ અવરજવર ન કરે તેની તકેદારી રાખવી સહિતની જરૂરી સૂચના આપવામાં આવી છે.

6 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (6 જુલાઈ) અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ અને રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

7 જુલાઈની આગાહી

7 જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: દ્વારકામાં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર

8થી 11 જુલાઈની આગાહી

રાજ્યમાં આાગમી 8થી 11 જુલાઈ સુધીમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.