ગુજરાતના 143 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2.83 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો
Rain In Gujarat : રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 31 ઑગસ્ટ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. તેવામાં આજે સોમવારે (25 ઑગસ્ટ) રાજ્યના 143 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2.83 ઇંચ વરસાદ ખાબક્યો છે.
143 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે (25 ઑગસ્ટ) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 143 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સાબરકાંઠાના વિજયનગરમાં 2.24 ઇંચ, મહીસાગરના બાલાસિનોરમાં 2.13 ઇંચ, તાપીના સોનગઢમાં 2 ઇંચ, વલસાડમાં 1.97 ઇંચ, ખેડાના કપડવંજ અને સુરતના ઉમરપાડામાં 1.93-1.93 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 14થી વધુ જિલ્લામાં એલર્ટ
આ ઉપરાંત, ડાંગના આહવા, વઘઈ, બનાસકાંઠાના દાંતા, નવસારીના વાંસદા, ભરુચના અંકલેશ્વર, સાબરકાંઠાના વડાલી, વલસાડના ધરમપુર, સુરતના માંડવી, પલસાણા, નવસારીના ચીખલી, અરવલ્લીના મોડાસા સહિત 20થી વધુ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.