સુરત શહેર-જિલ્લા તથા ઉકાઈના ઉપરવાસમાં વરસાદી વિરામઃઉકાઈની સપાટી 326.94 ફુટ
હથનુરડેમમાંથી છોડાયેલા પાણીના પગલે ઉકાઈ ડેમમાં મોડી સાંજે 40 હજાર ક્યુસેક્સ પાણીની આવક સામે 1000 ક્યુસેક્સની જાવક જારી રાખવામાં આવી
સુરત,તા.1 લી ઓગષ્ટ 2020 શનિવાર
આજે
દિવસ દરમિયાન સુરત શહેર-જિલ્લા સહિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદી વિરામની
પરિસ્થિતિ જોવા મળી છે.જો કે હથનુર ડેમમાંથી છોડાયેલા પાણીના 40 હજાર ક્યુસેક્સનો
જથ્થો ઉકાઈ ડેમમાં ઠલવાતા ડેમની સપાટી 326.94 નોંધાઈ છે.જ્યારે ઉકાઈ ડેમમાંથી 1000 ક્યુસેક્સ પાણીના જથ્થો છોડવાનું જારી રાખવામાં આવ્યું છે.
સુરત શહેર-જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે મેઘરાજાએ સંપુર્ણપણે વિરામ પાળ્યો છે.જ્યારે ઉકાઈ ડેમના ઉપરવાસના ગેજસ્ટેશનોમાં આજે દિવસ દરમિયાન નોંધપાત્ર વરસાદના અહેવાલ નથી.અલબત્ત આજે સવારે 6 કલાકે ઉકાઈ ડેમની સપાટી 326.47 ફુટ તથા પાણીની આવક-જાવકનો રેશીયો 1000 ક્યુસેક્સ નોંધાયો હતો.જ્યારે હથનુર ડેમની સપાટી ડેમના આજના રૃલ લેવલ 209.49 મીટરની સામે 209.09મીટર નોંધાઈ હતી.જેથી હથનુર ડેમની સપાટી રૃલ લેવલથી નીચે રાખવા 15,771 ક્યુસેક્સ પાણીનો જથ્થો હથનુર ડેમમાંથી છોડવામાં આવ્યો છે.
આજે મોડી સાંજે ઉકાઈ ડેમમાં હથનુરમાથી છોડાયેલા પાણીના જથ્થાની 40 હજાર ક્યુસેક્સ પાણીની આવક થતાં મોડી સાંજે 6 કલાકે ઉકાઈની સપાટીમાં વધીને 326.94 ફુટ નોંધાઈ છે.જ્યારે ડેમમાંથી 1000 ક્યુસેક્સ પાણીનો જથ્થો છોડવાનું જારી રાખવામાં આવ્યું છે.આજે ઉકાઈ ડેમનું રૃલ લેવલ 333 ફુટ છે.