અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો, બપોર બાદ અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ

Rain In Ahmedabad: અમદાવાદ શહેરમાં બપોર બાદથી ધીમી ધારે વરસાદ શરુ થયો હતો. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની ફાઇનલ મેચ રમાવાની છે. ત્યારે મેચ શરુ થાય તે પહેલાં જ અમદાવાદ શહેરમાં મેઘરાજાનું આગમન થતાં ક્રિકેટ ફેન્સ ચિંતામાં મૂકાયા છે. શહેરના એસજી હાઇવે, ગોતા, સાબરમતી, ચાંદખેડા, પ્રહલાદનગર, પકવાન ચાર રસ્તા, માનસી, શિવરંજની, ડ્રાઇવ ઇન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા.

