Gujarat

ગુજરાતમાં મેઘરાજા રિસાયા! માત્ર 37 તાલુકામાં વરસાદ, અનેક તાલુકામાં ગરમી-બફારાથી લોકો ત્રાહિમામ

By GS TEAM
15 Jul 20251 min read
TukuTouch Logo
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા જાણે આરામના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન આજે મંગળવારે (15 જુલાઈ) ભર ચોમાસે મેઘરાજા જાણે રિસાયા હોય તેમ રાજ્યના માત્ર 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના કડાણામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે બીજી તરફ, રાજ્યના અનેક તાલુકામાં ગરમી-બફારાની સ્થિતિથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનું જણાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં મેઘરાજા રિસાયા! માત્ર 37 તાલુકામાં વરસાદ, અનેક તાલુકામાં ગરમી-બફારાથી લોકો ત્રાહિમામ

Weather News : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા જાણે આરામના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન આજે મંગળવારે (15 જુલાઈ) ભર ચોમાસે મેઘરાજા જાણે રિસાયા હોય તેમ રાજ્યના માત્ર 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના કડાણામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે બીજી તરફ, રાજ્યના અનેક તાલુકામાં ગરમી-બફારાની સ્થિતિથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનું જણાય છે.

37 તાલુકામાં વરસાદ

રાજ્યમાં આજે (15 જુલાઈ) સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના વાંસદામાં 1.46 ઇંચ, બનાસકાંઠાના દાંતામાં 1.14 ઇંચ વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચો: તળાજામાં કારમાં ગૂંગળાઈ જતાં ભાઈ-બહેનના મોત, માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો

જ્યારે વલસાડના ધરમપુર, ડાંગના આહવા, સુબીર, સાબરકાંઠાના પ્રાંતિજ, વડાલી, દાહોદના ફતેહપુરા, નવસારીના ખેરગામ, પાટણ, વલસાડના ઉમરગામ, મહેસાણાના વિજાપુર સહિતના અન્ય 34 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.