Get The App

ગુજરાતમાં મેઘરાજા રિસાયા! માત્ર 37 તાલુકામાં વરસાદ, અનેક તાલુકામાં ગરમી-બફારાથી લોકો ત્રાહિમામ

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં મેઘરાજા રિસાયા! માત્ર 37 તાલુકામાં વરસાદ, અનેક તાલુકામાં ગરમી-બફારાથી લોકો ત્રાહિમામ 1 - image


Weather News : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા જાણે આરામના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન આજે મંગળવારે (15 જુલાઈ) ભરે ચોમાસે મેઘરાજા જાણે રિસાયા હોય તેમ રાજ્યના માત્ર 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના કડાણામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે બીજી તરફ, રાજ્યના અનેક તાલુકામાં ગરમી-બફારાની સ્થિતિથી લોકો ત્રાહિમામ પૂકારી ઉઠ્યાં હોવાનું જણાય છે.

37 તાલુકામાં વરસાદ

રાજ્યમાં આજે (15 જુલાઈ) સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના વાંસદામાં 1.46 ઇંચ, બનાસકાંઠાના દાંતામાં 1.14 ઇંચ વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચો: તળાજામાં કારમાં ગૂંગળાઈ જતાં ભાઈ-બહેનના મોત, માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો

જ્યારે વલસાડના ધરમપુર, ડાંગના આહવા, સુબિર, સાબરકાંઠાના પ્રાંતિજ, વડાલી, દાહોદના ફતેહપુરા, નવસારીના ખેરગામ, પાટણ, વલસાડના ઉમરગામ, મહેસાણાના વિજાપુર સહિતના અન્ય 34 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં મેઘરાજા રિસાયા! માત્ર 37 તાલુકામાં વરસાદ, અનેક તાલુકામાં ગરમી-બફારાથી લોકો ત્રાહિમામ 2 - image

Tags :