ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 42 તાલુકામાં વરસાદ, ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 3 ઇંચ ખાબક્યો
Rain in Gujarat : ગુજરાતમાં સિઝનનો કુલ 110 ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 135 ટકા અને ઉત્તર ગુજરાતમાં 119 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ થયો છે, જ્યારે છેલ્લા 12 કલાકમાં 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
42 તાલુકામાં વરસાદ
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે સોમવારે (22 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 42 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સુરતના પલસાણામાં 2.87 ઇંચ, ઉમરપાડામાં 1.93 ઇંચ, નર્મદાના સાગબારામાં 1.38 ઇંચ, ભરુચ તાલુકામાં 1.34 ઇંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે સુરતના મહુવા, વલસાડના વાપી, કપરાડા, ઉમરગામ, ડાંગના વઘઈ, તાપીના વાલોડ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, અમરેલીના જાફરાબાદ સહિત 37 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.
જુઓ ક્યાં-કેટલો વરસ્યો