Gujarat

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકામાં પડ્યો વરસાદ, આજે અહીં ઍલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ્સ

By GS TEAM
5 Jul 20251 min read
TukuTouch Logo
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઇંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઇંચ, વલસાડમાં 3.23 ઇંચ, વાપીમાં 3.15 ઇંચ, વાવ તાલુકામાં 3.0 ઇંચ અને કલ્યાણપુરમાં 3.0 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે શનિવારે હવામાન વિભાગે 10 જેટલા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકામાં પડ્યો વરસાદ, આજે અહીં ઍલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ્સ

Rain In Gujarat: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઇંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઇંચ, વલસાડમાં 3.23 ઇંચ, વાપીમાં 3.15 ઇંચ, વાવ તાલુકામાં 3.0 ઇંચ અને કલ્યાણપુરમાં 3.0 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે શનિવારે હવામાન વિભાગે 10 જેટલા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. 


10થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે (પાંચમી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

છઠ્ઠી અને સાતમી જુલાઈની આગાહી

રાજ્યમાં આગામી છઠ્ઠી અને સાતમી જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસનો કહેર, 3 બાળકોના મોતથી તંત્રમાં દોડધામ

આઠમીથી 10મી જુલાઈની આગાહી

આઠમી જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, 9 જુલાઈએ નવસારી અને વલસાડ અને 10 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.