Gujarat

ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, કાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ

By GS TEAM
1 Oct 20251 min read
TukuTouch Logo
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં હજુ 7 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદનું જોર જોવા મળશે. જેમાં આવતીકાલે ગુરુવારે(2 ઓક્ટોબર) સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, કાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ

Rain Forecast : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં હજુ 7 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદનું જોર જોવા મળશે. જેમાં આવતીકાલે ગુરુવારે(2 ઑક્ટોબર) સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.


કાલે 6 જિલ્લામાં યલો ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, 2 ઑક્ટોબરે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાની સાથે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લામાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

આ પણ વાંચો: નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે પહોંચ્યો, ચૂંદડી અને નારિયેળ અર્પણ કરી નવા નીરના વધામણા કરાયા

આગામી 3 ઑક્ટોબરથી 7 ઑક્ટોબર દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.