ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, કાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ
Rain Forecast : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં હજુ 7 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદનું જોર જોવા મળશે. જેમાં આવતીકાલે ગુરુવારે(2 ઑક્ટોબર) સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
કાલે 6 જિલ્લામાં યલો ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, 2 ઑક્ટોબરે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાની સાથે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લામાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.
આગામી 3 ઑક્ટોબરથી 7 ઑક્ટોબર દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.