Gujarat

ગુજરાતમાં સોમવારથી 3 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

By GS TEAM
13 Sep 20252 mins read
TukuTouch Logo
નવરાત્રિ પહેલાં ચોમાસાની વિદાયના અહેવાલો વચ્ચે ગુજરાતમાં સોમવાર (15મી સપ્ટેમ્બર)થી ત્રણ દિવસ ઠંડા પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટાં વરસવાની આગાહી કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં સોમવારથી 3 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

Gujarat Rain Forecast: નવરાત્રિ પહેલાં ચોમાસાની વિદાયના અહેવાલો વચ્ચે ગુજરાતમાં સોમવાર (15મી સપ્ટેમ્બર)થી ત્રણ દિવસ ઠંડા પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટાં વરસવાની આગાહી કરાઈ છે.

આ જિલ્લામાં વરસાદની આગાહી

અમદાવાદના હવામાન વિભાગ અનુસાર, આગામી 15મીથી 17મી સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, સુરત સહિતના જિલ્લાઓમાં આ ત્રણ દિવસ દરમિયાન વરસાદી માહોલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડો પવન પણ ફૂંકાશે.

આ પણ વાંચો: રોડ રસ્તાના કામમાં ધૂમ ભ્રષ્ટાચાર, 1 રૂપિયામાં ફક્ત 30 પૈસાનું કામ : નારણ કાછડિયાના આક્ષેપ

રાજુલા અને વલસાડમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો

ગુજરાતમાં આજે અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલીના રાજુલા પંથકમાં સવારથી સાંજ સુધીમાં દોઢ ઈંચ તથા વલસાડમાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારીના ખેરગામમાં એક ઈચ તેમજ સુરત, ભરૂચ અને ડાંગના વિવિધ વિસ્તારોમાં હળવા-ભારે વરસાદી ઝાપટા નોંધાયા છે.

રાજ્યમાં 107.77 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં સુધીમાં 107.77 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 118.72, મધ્ય પૂર્વમાં 110.10, સૌરાષ્ટ્રમાં 93.36 અને દક્ષિણ ગુજરાતમાં 110.72 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં સિઝનનો 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે.