પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં ઍલર્ટ
Rain Forecast Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 24 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી કરી છે. બીજી તરફ, નવરાત્રિ 22 તારીખથી શરુ થાય છે, ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે નવરાત્રિમાં ખેલૈયાને વરસાદનું વિઘ્ન નડી શકે છે. જેમાં પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
19થી 22 સપ્ટેમ્બરની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 19થી 22 સપ્ટેમ્બર સુધી 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.
આ પણ વાંચો: ગુજરાત એસટી વિભાગમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જાહેરાત, 571 કંડક્ટરની જગ્યાઓ પર ભરતી
23-24 સપ્ટેમ્બરની આગાહી
આગામી 23-24 સપ્ટેમ્બરે વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ધીમી ધારે વરસાદ વરસી શકે છે.