ગુજરાત એસટી વિભાગમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જાહેરાત, 571 કંડક્ટરની જગ્યાઓ પર ભરતી
Gujarat State Road Transport Corporation (GSRTC) Recruitment: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા દિવ્યાંગ (વિકલાંગ) ઉમેદવારો માટે ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી કંડક્ટર (વર્ગ-3)ના પદ માટે કરાર આધારિત (ફિક્સ પગાર) ધોરણે છે. કંડક્ટરની પોસ્ટ માટે કુલ 571 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા અને યોગ્યતા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી OJAS પોર્ટલ પર 16 સપ્ટેમ્બર, 2025થી 1 ઓક્ટોબર, 2025 (23:59 કલાક) સુધી કરી શકશે.
GSRTC કંડક્ટર ભરતી 2025: મુખ્ય વિશેષતાઓ
લાયકાત અને માપદંડ
- શૈક્ષણિક લાયકાત: માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ (10+2) પાસ કરેલું હોવું જોઈએ.
- માન્ય RTO દ્વારા ઇશ્યુ કરેલું કંડક્ટર લાયસન્સ અને BASE (બેઝ) હોવું ફરજિયાત.
- માન્ય ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ હોવું જરૂરી.
- કમ્પ્યુટરનું જ્ઞાન હોવું છે.
ઉંમર મર્યાદા (01/10/2025 મુજબ):
- ઓછામાં ઓછી: 18 વર્ષ
- વધુમાં વધુ: 33 વર્ષ
- દિવ્યાંગ ઉમેદવારો માટે: 43 વર્ષ સુધીની છૂટછાટ (પુરુષ, બિન અનામત), 45 વર્ષ (અનામત અને મહિલા ઉમેદવારો).
- છૂટછાટ બાદ મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
નાગરિકતા
ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા નેપાળ/ભૂતાનના નાગરિક અથવા 1 જાન્યુઆરી, 1962 પહેલાં ભારતમાં સ્થાયી થયેલા તિબેટીયન શરણાર્થી અથવા પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા, પૂર્વ આફ્રિકન દેશો વગેરેમાંથી સ્થળાંતર કરેલ ભારતીય મૂળના વ્યક્તિ (માન્ય પાત્રતા પ્રમાણપત્ર સાથે).
અરજી ફી
તમામ ઉમેદવારો માટે: ફી પ્રક્રિયા નિઃશુલ્ક છે
પસંદગી પ્રક્રિયા
1. OMR આધારિત લેખિત પરીક્ષા (100 ગુણ)
- 12મા ધોરણના ગુણના આધારે 1:15ના રેશિયોમાં ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
- દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે.
2. મેરિટ લિસ્ટ
- લેખિત પરીક્ષાના પ્રદર્શનના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે.
3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- ખાલી જગ્યાઓની સંખ્યાના 1.5 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
4. અંતિમ પસંદગી
- પ્રોવિઝનલ સિલેક્ટ અને વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે
પરીક્ષાનું માળખું
- પરીક્ષાનો પ્રકાર: ઓફલાઇન (OMR આધારિત)
- સમયગાળો: 1 કલાક
- કુલ ગુણ: 100
- પરીક્ષાનું સ્તર: 12મું ધોરણ
નોંધ: દરેક ખોટા, ખાલી અથવા અસ્પષ્ટ જવાબ માટે 0.25 ગુણ કપાશે.
પગારની વિગતો
- ફિક્સ પગાર: ₹26,000/- પ્રતિ માસ (5 વર્ષ માટે).
- 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ અને સંતોષકારક કામગીરી પછી, ઉમેદવારોને GSRTC ના પગાર ધોરણો મુજબ નિયમિત કરવામાં આવશે.
મહત્ત્વપૂર્ણ તારીખો